શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીરમાં ભાજપે પીડીપીને ટેકો પાછો ખેંચતાં રાજ્યપાલ શાસન લાદવાનો તખ્તો તૈયાર છે ત્યારે રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે છ મહિનાના રાજ્યપાલ શાસન પછી ભાજપ પોતાનો મુખ્યમંત્રી બેસાડશે. ભાજપ પાસે અત્યારે સ્પષ્ટ બહુમતી નથી તેથી તડજોડનો સમય મળે એટલે રાજ્યપાલ શાસન લાદ્યું છે.
2/6
આ વાત અત્યારે ભલે વાસ્તવિક લાગતી નથી પણ ભાજપનું ગણિત અલગ જ છે. જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં અત્યારે 87 બેઠકોમાંથી બહુમતી નક્કી કરાય છે. એ હિસાબે જેણે પણ સરકાર બનાવવી હોય તેની પાસે 44 સભ્યોનો ટેકો હોવો જોઈએ.
3/6
હવે ઉમર અબ્દુલ્લા ભાજપને ટેકો આપે તો ભાજપને બીજા 15 સભ્યોનો ટેકો મળે. આમ 46 ધારાસભ્યો સાથે ભાજપનો મુખ્યમંત્રી બની જાય. ભાજપ પાસે રાજ્યપાલ શાસનના છ મહિના છે અને એ દરમિયાન તે ઉમરને મનાવવા મથશે. ભૂતકાળમાં ભાજપ અને નેશનલ કોન્ફરન્સનું જોડાણ હતું જ તેથી એ શક્ય પણ છે.
4/6
કોંગ્રેસ પાસે 12 સભ્યો છે તેથી તેની સરકાર રચાવાની શક્યતા નથી. આ સિવાય સજ્જાદ લોનની જમ્મુ અને કાશ્મીર પીપલ્સ કોન્ફરન્સ (જેકેપીસી) પાસે બે સભ્યો છે. સીપીએમ અને જેકેપીડીએફ પાસે એક-એક અને 3 અપક્ષ સભ્યો છે. આમ મુખ્ય ચાર પક્ષો સિવાયના બધા મળીને 7 સભ્યો થયા.
5/6
ભાજપ નેશનલ કોન્ફરન્સને પોતાની તરફ ખેંચવા માગે છે અને આ રીતે તેના માટે પણ પોતાનો મુખ્યમંત્રી બનાવવાની તક છે જ. ચાર મુખ્ય પક્ષો સિવાયના 7 સભ્યોમાંથી સીપીએમ ભાજપને ટેકો ના આપે પણ બાકીના 6 સભ્યો ભાજપની સાથે જ છે તેથી ભાજપના 31 સભ્યો થાય.
6/6
અત્યારે જે સ્થિતી છે તે પ્રમાણે મહેબૂબાની પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) પાસે 28 સભ્યો છે. મહેબૂબાને સરકાર રચવા 16 સભ્યોનો ટેકો જોઈએ. ભાજપ પાસે 25 સભ્યો છે અને સરકાર રચવા 19 સભ્યોનો ટેકો જોઈએ. ઉમર અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સ પાસે 15 ધારાસભ્યો છે ને તેને સરકાર રચવા 21 સભ્યોનો ટેકો જોઈએ.