પીડિતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેના નિકાહ જાન્યુઆરી 2017માં થયા છે અને નિકાહના એક મહિના બાદ તેના પતિ મોહમ્મદ મુઝમ્મિલે તેને ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું. ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં બાળકીને જન્મ આપ્યા બાદ તેના પર અત્યાચાર વધી ગયા હતા.
2/3
પીડિતાએ એમ પણ કહ્યું કે, 28 નવેમ્બરે મારા પતિએ વોટ્સએપ કોલ કર્યો અને અપશબ્દો કીધા. તેણે ત્રણ વખત તલાક કહીને ફોન કટ કરી દીધો. મારે ન્યાય જોઈએ. તે અન્ય કોઇ મહિલા સાથે નિકાહ કરવા માંગે છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, વોટ્સએપ કોલનો ડેટા મેળવવા માટે સાઇબર વિશેષજ્ઞો પાસેથી સલાહ લઇ રહ્યા છે.
3/3
હૈદરાબાદઃ પતિએ ફોન પર ત્રણ વખત તલાક બોલીને તલાક આપ્યા હોવાની એક મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સેન્ટ્રલ ક્રાઇમ સ્ટેશનમાં મહિલા પોલીસ સ્ટેશનની ઓફિસર જે મંજુલાએ જણાવ્યું કે, ફરિયાદના આધારે મામલાની તપાસ થઈ રહી છે અને એફઆઈઆર નોંધવામાં આવી છે.