શોધખોળ કરો
'હું ફરીથી સેનામાં જઇને પુત્રની શહીદીનો બદલો લઇ શકુ છું'
1/4

શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાન ગોલીબારમાં ત્રણ જવાન શહિદ થયા હતા. તેમાથી એક જવાનનું માથુ વાઢી લેવામાં આવ્યું હતું. એક મહિનાની અંદર ભારતીય જવાનનું માથુ વાઢી લેવાની આ બીજી ઘટના છે. ભારતીય સેના દ્વારા આને પાકિસ્તાની સેના બૉર્ડર એક્શન ટીમની બર્બતા ગણાવામાં આવી છે. આ ઘટના બોર્ડર પરની માછિલ સેક્ટરની છે. જે કુપવાડા જિલ્લામાં ભારત અને પાકિસ્તાનને વિભાજીત કરે છે.
2/4

માછિલ સેક્ટરમાં પાકિસ્તાનના હુમલામાં શહિદ થનાર જોધપુરના શેરગઢના રહેનાર પ્રભુ સિંહ પણ હતા. શહિદ પ્રભુ સિંહ 4 વર્ષ પહેલા સેનામાં ભર્તી થયા હતા. 2 વર્ષ પહેલા જ તેના લગ્ન થયા હતા. શહિદ પ્રભુ સિંહની 10 મહિનાની બાળકી છે. તે પરિવારમાં એકલા કમાનાર છે. દિવાળી પહેલા જ એક મહિના પહેલા જ છુટી મનાવવા માટે તે ધરે આવ્યા હતા. શહીદ પ્રભુ સિંહના પિતા 18 વર્ષ પહેલા સેનામાંથી રિટાયર થયા હગતા. પોતાના પુત્ર શહિદ થતા પિતા એટલા તુટી ગયા છે કે, તે ખુદ પાકિસ્તાન સાથે બદલો લેવાની વાત કરે છે.
Published at : 23 Nov 2016 11:42 AM (IST)
View More





















