ભારતીય સુરક્ષાદળોએ આતંકીઓ સામે સતત લડાઇ ચાલુ રાખી છે. મંગળવારે સવારે જમ્મુ-કાશ્મીરના કુપવાડાના હિંદવાડામાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થયું. આ એન્કાઉન્ટરમાં જવાનોએ બે આતંકીઓને ઠાર માર્યા, જોકે, હજુ પણ ઓપરેશન ચાલુ જ અને સર્ચ ઓપરેશન બંધ નથી કરાયું.
2/4
આ ઓપરેશનને 30 નેશનલ રાઇફલ, 92 બટાલિયન સીઆરપીએફે સંયુક્ત રીતે અંજામ આપ્યું છે. આ ઓપરેશન મોડી રાત્ર લગભગ 2.30 વાગે શરૂ થયું હતું.
3/4
અથડામણ દરમિયાન આખા વિસ્તારમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. વળી, ઓપરેશનની ઓપરેશનની આસપાસની જગ્યાએ સુરક્ષા ઘેરો પણ વધારી દેવામાં આવ્યો છે. કહેવાઇ રહ્યું છે કે આ એન્કાઉન્ટર સોમવારે શરૂ થયં હતું.
4/4
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓના નાપાક ઇરાદાઓ અટકવાનં નામ નથી લઇ રહ્યાં. આતંકીઓએ કાશ્મીરમાં પોતાની કરતૂતો બતાવી તો જવાનોએ તેનો જડબાતોડ જવાબ આપ્યો હતો.