શૈલજા અને હાંડા 2015માં એકબીજાની નજીક આવ્યા હતા. શરૂઆતમાં જ્યારે શૈલજાના પતિ નાગાલેન્ડના દીમાપુરમાં પોસ્ટેડ હતા . અહીંથી જ મેજર હાંડા પણ તૈનાત હતા. શૈલજા અને હાંડા સતાવાર કાર્યક્રમો અને અન્ય સામાજિક કાર્યક્રમોમાં મુલાકાત થવા લાગી હતી. શૈલજા અને હાંડા પાડોશી હતા. હાંડા એકલા રહેતા હતા. જ્યારે બે મહિના અગાઉ મેજર અમિતનો પરિવાર દિલ્હી શિફ્ટ થયો ત્યારે હાંડા શૈલજા વિના રહી શકતો નહોતો અને તે પણ દિલ્હી આવી ગયો હતો.
6/8
હત્યા કર્યા બાદ હાંડા પોતાના ઘરે ગયો હતો. બાદમાં કાર લઇને ભાગી ગયો હતો. એક વેબસાઇટના રિપોર્ટ અનુસાર, શૈલજાએ અર્બન પ્લાનિંગમાં એમટેક કર્યું હતું. મિસ્ટ્રેસ ઇન્ડિયા અર્થ મેગેઝીનના કવર પર ગયા વચ્ચે જૂલાઇમાં શૈલજાને ક્રિએટિવ મહિલાના રૂપમાં સ્થાન મળ્યું હતું.
7/8
નવી દિલ્હીઃ ભારતીય સૈન્યમાં મેજર અમિત દ્ધિવેદીની પત્ની શૈલજા દ્ધિવેદીની હત્યા કરી દેવામાં આવી હતી. શનિવારે દિલ્હીમાંથી તેની લાશ મળી હતી. પોલીસે હત્યાના આરોપમાં આર્મી ઓફિસર મેજર નિખિલ હાંડાની ધરપકડ કરી હતી. શૈલજાની ઉંમર 35 વર્ષની હતી અને તે મૂળ અમૃતસરની રહેવાસી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મેજર હાંડા અને શૈલજા મિત્ર હતા. આરોપી હાંડાએ શૈલજાને છેલ્લા છ મહિનામાં 3000 વખત કોલ કર્યો હતો.
8/8
પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મૃતક શૈલજા દ્ધિવેદી પર આરોપી હાંડા લગ્ન માટે દબાણ કરતો હતો પરંતુ શૈલજા તેનો વિરોધ કરી રહી હતી. આ વાતને લઇને બંન્ને વચ્ચે ઝઘડો થઇ ગયો હતો અને મેજરે ચાકુથી શૈલજાનું મર્ડર કરી દીધું હતું.