નવી દિલ્હીઃ ગયા વર્ષે જોરશોરથી ચાલેલા ડોકલામ વિવાદને હવે સૈનિકોએ બાજુમાં મુકીને એકતાના દર્શન કરાવ્યા છે. ચીન અને ભારત બોર્ડર પર બન્ને દેશના સૈનિકોએ એકતાને પરિચય કરાવતા સાથે ભાંગડા કર્યા હતા. આ પ્રકારનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે.
2/5
3/5
સેનાએ એક ટ્વીટ કરીને લખ્યું છે- 'હેન્ડ ઇન હેન્ડ, 2018, બોલે સો નિહાલ સત શ્રી અકાલ. ભારતીય સેના અને ચીની સૈનિક કઠોર બેટલ ઓબ્સ્ટેકલ કોર્સનો અભ્યાસ કર્યા બાદ રિલેક્ષની ક્ષણોમાં.'
4/5
બન્ને દેશની સેનાઓએ પોતાના વાર્ષિક સૈન્ય અભ્યાસ ‘હેન્ડ ઇન હેન્ડ’ને 10 ડિસેમ્બરથી શરૂ કર્યો છે, જે ચીનના ચેંગડુમાં 23 ડિસેમ્બર સુધી ચાલશે. બન્ને દેશના જવાનોની વચ્ચે ફ્રેન્ડલી ફૂટબૉલ મેચ પણ રમાઇ હતી.
5/5
ખરેખરમાં ભારતીય સેના તરફથી એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં સંયુક્ત સૈન્યાભ્યાસની પૃષ્ઠભૂમિમાં એકસાથે બન્ને દેશના જવાનો હાથમાં હાથ નાંખીને નાચતા-ગાતા અને ભાંગડા કરતા દેખાઇ રહ્યાં છે. ભારતીય સૈનિક ચીની સૈનિકોને ભાંગડા શીખવાડી રહ્યાં છે. આ વીડિયો બોર્ડર પરના ઓછા તનાવને સ્પષ્ટ દર્શાવે છે.