શોધખોળ કરો
આ છે આસારામના કેસની તપાસ કરનારા મરદ પોલીસ અધિકારી, મળી હતી મોતની 2000 ધમકી, જાણો વિગત
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/04/25162525/Ajay-Pal-Lamba1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/10
![દુષ્કર્મ કેસમાં આજે જોધપુર કોર્ટે આસારામ સહિત ત્રણ આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. કોર્ટે આસારામને આજીવન કેદની સજા ફટકારી છે. જ્યારે શિલ્પી અને શરદને 20-20 વર્ષની સજા ફટકારવામાં આવી છે. જોકે આસારામને આજીવન સજા સંભળાવતા તે કોર્ટની અંદર જ ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યો હતો. આ ઉપરાંત મુખ્ય સેવાદાર શિવા અને રસોઇયો પ્રકાશને કોર્ટે નિર્દોષ છોડી મુક્યા છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/04/25162548/Asaram6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દુષ્કર્મ કેસમાં આજે જોધપુર કોર્ટે આસારામ સહિત ત્રણ આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. કોર્ટે આસારામને આજીવન કેદની સજા ફટકારી છે. જ્યારે શિલ્પી અને શરદને 20-20 વર્ષની સજા ફટકારવામાં આવી છે. જોકે આસારામને આજીવન સજા સંભળાવતા તે કોર્ટની અંદર જ ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યો હતો. આ ઉપરાંત મુખ્ય સેવાદાર શિવા અને રસોઇયો પ્રકાશને કોર્ટે નિર્દોષ છોડી મુક્યા છે.
2/10
![આસારામની ધરપકડ કરનાર આઈપીએસ અધિકારી અજય પાલ લાંબાની સમગ્ર જગ્યા ચર્ચા થતી હતી. આ અધિકારીએ ધમકીઓ વચ્ચે પણ ડર્યા વગર આસારામને જેલ ભેગો કર્યો હતો. જેના કારણે સમગ્ર દેશમાં અધિકારીની વાહ વાહ થતી હતી. જોકે તેનો આજે અંત આવી ગયો હતો અને આસારામને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/04/25162545/Asaram5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આસારામની ધરપકડ કરનાર આઈપીએસ અધિકારી અજય પાલ લાંબાની સમગ્ર જગ્યા ચર્ચા થતી હતી. આ અધિકારીએ ધમકીઓ વચ્ચે પણ ડર્યા વગર આસારામને જેલ ભેગો કર્યો હતો. જેના કારણે સમગ્ર દેશમાં અધિકારીની વાહ વાહ થતી હતી. જોકે તેનો આજે અંત આવી ગયો હતો અને આસારામને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.
3/10
![આઈપીએસ અધિકારીએ જણાવ્યું હતું કે, આ બધાંની વચ્ચે લોકોના વિશ્વાસે મને આગળ વધવા માટે પ્રેરિત કર્યો હતો. તેમને ઓછામાં ઓછા 2000 એવા પત્રો મળ્યા હતા જેમાં લોકોએ તેમને જાનથી મારી નાંધવાની ધમકી આપી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/04/25162543/Asaram4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આઈપીએસ અધિકારીએ જણાવ્યું હતું કે, આ બધાંની વચ્ચે લોકોના વિશ્વાસે મને આગળ વધવા માટે પ્રેરિત કર્યો હતો. તેમને ઓછામાં ઓછા 2000 એવા પત્રો મળ્યા હતા જેમાં લોકોએ તેમને જાનથી મારી નાંધવાની ધમકી આપી હતી.
4/10
![આસારામ અને તેમના અનુયાયીઓએ પોલીસ અધિકારીઓને લાલચ આપવાની પણ કોશિષ કરી હતી. અજય પાલા લાંબાએ જણાવ્યું હતું કે, તેમને મોટી રકમની ઓફર કરાઈ હતી અને જાનથી મારી નાંખવાની ધમકીઓ પણ મળી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/04/25162540/AsaA.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આસારામ અને તેમના અનુયાયીઓએ પોલીસ અધિકારીઓને લાલચ આપવાની પણ કોશિષ કરી હતી. અજય પાલા લાંબાએ જણાવ્યું હતું કે, તેમને મોટી રકમની ઓફર કરાઈ હતી અને જાનથી મારી નાંખવાની ધમકીઓ પણ મળી હતી.
5/10
![તેના પર ગુસ્સે થયેલ આસારામ ભોપાલ એરપોર્ટ પર પહોંચ્યા હતાં. અમે આ વાત મીડિયાકર્મીઓને બતાવી દીધી જે તરત જ તેમનો પીછો કરવા લાગી હતી. આસારા પોતાના ઈન્દોરમાં આવેલા આશ્રમમાં પહોંચી ગયા પરંતુ તેમને એ નહોતી ખબર કે અમારી પોલીસની ટીમ પણ શહેરમાં જ છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/04/25162537/Ajay-Pal-Lamba6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તેના પર ગુસ્સે થયેલ આસારામ ભોપાલ એરપોર્ટ પર પહોંચ્યા હતાં. અમે આ વાત મીડિયાકર્મીઓને બતાવી દીધી જે તરત જ તેમનો પીછો કરવા લાગી હતી. આસારા પોતાના ઈન્દોરમાં આવેલા આશ્રમમાં પહોંચી ગયા પરંતુ તેમને એ નહોતી ખબર કે અમારી પોલીસની ટીમ પણ શહેરમાં જ છે.
6/10
![પોલીસને મોટી સફળતા 31મી ઓગસ્ટે મળી હતી. અમને આસારામની કંઈ ખબર નહોતી. તેમ છતાં પણ પાંચ પોલીસ અધિકારી અને 6 કમાન્ડોની એક ટીમને ઈન્દોરમાં આવેલ આશ્રમમાં મોકલી હતી. ત્યારે અમે જોધપુરમાં એક પત્રકાર પરિષદ યોજી હતી. તેમાં અમે કહ્યું હતું કે, આસારામ અમારા રડાર પર છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/04/25162534/Ajay-Pal-Lamba5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પોલીસને મોટી સફળતા 31મી ઓગસ્ટે મળી હતી. અમને આસારામની કંઈ ખબર નહોતી. તેમ છતાં પણ પાંચ પોલીસ અધિકારી અને 6 કમાન્ડોની એક ટીમને ઈન્દોરમાં આવેલ આશ્રમમાં મોકલી હતી. ત્યારે અમે જોધપુરમાં એક પત્રકાર પરિષદ યોજી હતી. તેમાં અમે કહ્યું હતું કે, આસારામ અમારા રડાર પર છે.
7/10
![તેઓ જણાવ્યું હતું કે, મને ખોટો સાબિત કરવા માટે છોકરીએ જોધપુરથી લગભગ 38 કિલોમીટર દૂર આસારામના મણઈ ગામમાં આવેલ આશ્રમનો એકદમ સટીક નકશો બતાવ્યો હતો જ્યાં તેનું શોષણ કરવામાં આવ્યું હતું. ત્યારે મને લાગ્યું કે કોઈ વ્યક્તિ ઘટનાનો નકશો ત્યાં ગયા વગર કેવી રીતે બતાવી શકે. ત્યાંથી તેમણે તપાસ શરૂ કરી હતી. ત્યાર બાદ તેમને ખબર પડી કે મેરઠના એક પરિવારે પણ સ્થાનિક પોલીસ સ્ટેશને આસારામની વિરુદ્ધ આવી જ ફરિયાદ કરી હતી. તેઓ આ પરિવારનો મળવા પહોંચ્યા હતાં જોકે પરિવારે ફરિયાદ કરવાની ના પાડી હતી ત્યારે તેના પર પોલીસને વધુ શંકા ગઈ હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/04/25162531/Ajay-Pal-Lamba3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તેઓ જણાવ્યું હતું કે, મને ખોટો સાબિત કરવા માટે છોકરીએ જોધપુરથી લગભગ 38 કિલોમીટર દૂર આસારામના મણઈ ગામમાં આવેલ આશ્રમનો એકદમ સટીક નકશો બતાવ્યો હતો જ્યાં તેનું શોષણ કરવામાં આવ્યું હતું. ત્યારે મને લાગ્યું કે કોઈ વ્યક્તિ ઘટનાનો નકશો ત્યાં ગયા વગર કેવી રીતે બતાવી શકે. ત્યાંથી તેમણે તપાસ શરૂ કરી હતી. ત્યાર બાદ તેમને ખબર પડી કે મેરઠના એક પરિવારે પણ સ્થાનિક પોલીસ સ્ટેશને આસારામની વિરુદ્ધ આવી જ ફરિયાદ કરી હતી. તેઓ આ પરિવારનો મળવા પહોંચ્યા હતાં જોકે પરિવારે ફરિયાદ કરવાની ના પાડી હતી ત્યારે તેના પર પોલીસને વધુ શંકા ગઈ હતી.
8/10
![આઈપીએસ અધિકારી અજય પાલ લાંબા હાલ એન્ટી કરપ્શનમાં ફરજ બજાવી રહ્યા છે. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, સગીરાની આ વાત પર તો પહેલા મને વિશ્વાસ જ નહતો થયો. તેમને એવું લાગ્યું હતું કે, કદાચ આસારામની છબી ખરાબ કરવાની કોશિશ ચાલી રહી છે. જોકે ત્યાર બાદ પોલીસ અધિકારીને સગીરા અને તેના પરિવારની વાત પર વિશ્વાસ થયો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/04/25162528/Ajay-Pal-Lamba2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આઈપીએસ અધિકારી અજય પાલ લાંબા હાલ એન્ટી કરપ્શનમાં ફરજ બજાવી રહ્યા છે. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, સગીરાની આ વાત પર તો પહેલા મને વિશ્વાસ જ નહતો થયો. તેમને એવું લાગ્યું હતું કે, કદાચ આસારામની છબી ખરાબ કરવાની કોશિશ ચાલી રહી છે. જોકે ત્યાર બાદ પોલીસ અધિકારીને સગીરા અને તેના પરિવારની વાત પર વિશ્વાસ થયો હતો.
9/10
![જોધપુર: આજે જોધપુરની કોર્ટે દુષ્કર્મ કેસમાં આસારામને દોષિત ઠેરવીને આજીવન કેદની સજા સંભળી છે. જોકે આ આખા કેસમાં ખૂબ જ નાટકીય ઘટનાક્રમ બાદ આસારામને દોષિત જાહેર કરાયો છે. બધાંને એ તો ખબર પડી ગઈ કે આસારામ હવે જેલમાં જ રહેવાના છે જોકે આસારામની આ કેસમાં સૌથી પહેલાં કયા પોલીસ અધિકારીએ કરી હતી તે જાણવામાં લોકોને વધારે રસ છે. આસારામની ધરપકડ કરી તે આઈપીએસ અધિકારીની નામ છે અજય પાલ લાંબા. આ અધિકારીએ કેવી રીતે આસારામની ધરપકડ કરી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/04/25162525/Ajay-Pal-Lamba1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જોધપુર: આજે જોધપુરની કોર્ટે દુષ્કર્મ કેસમાં આસારામને દોષિત ઠેરવીને આજીવન કેદની સજા સંભળી છે. જોકે આ આખા કેસમાં ખૂબ જ નાટકીય ઘટનાક્રમ બાદ આસારામને દોષિત જાહેર કરાયો છે. બધાંને એ તો ખબર પડી ગઈ કે આસારામ હવે જેલમાં જ રહેવાના છે જોકે આસારામની આ કેસમાં સૌથી પહેલાં કયા પોલીસ અધિકારીએ કરી હતી તે જાણવામાં લોકોને વધારે રસ છે. આસારામની ધરપકડ કરી તે આઈપીએસ અધિકારીની નામ છે અજય પાલ લાંબા. આ અધિકારીએ કેવી રીતે આસારામની ધરપકડ કરી.
10/10
![IPS અધિકારી અજય પાલ લાંબા એ દિવસે પોતાની ઓફિસમાં હતા જ્યારે દિલ્હીની એક ટીમ એક સગીર બાળકી અને તેના પિતાની સાથે તેમને મળવા 21 ઓગસ્ટ 2013ના દિવસે પહોંચ્યા હતાં. ઓફિસ પહોંચીને બાળકી અને તેના પિતાએ આ આઈપીએસ એધિકારીને સમગ્ર ઘટનાની વાત કરી હતી. બાળકીએ આસારામ બાપુ પર યૌન શોષણનો આરોપ મૂક્યો હતો. જોકે પોલીસ અધિકારી અજય પાલ લાંબા તે સમયે જોધપુર વેસ્ટના ડેપ્યુટી કમિશ્નર હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/04/25162522/Ajay-Pal-Lamba.jpg?impolicy=abp_cdn&imwidth=720)
IPS અધિકારી અજય પાલ લાંબા એ દિવસે પોતાની ઓફિસમાં હતા જ્યારે દિલ્હીની એક ટીમ એક સગીર બાળકી અને તેના પિતાની સાથે તેમને મળવા 21 ઓગસ્ટ 2013ના દિવસે પહોંચ્યા હતાં. ઓફિસ પહોંચીને બાળકી અને તેના પિતાએ આ આઈપીએસ એધિકારીને સમગ્ર ઘટનાની વાત કરી હતી. બાળકીએ આસારામ બાપુ પર યૌન શોષણનો આરોપ મૂક્યો હતો. જોકે પોલીસ અધિકારી અજય પાલ લાંબા તે સમયે જોધપુર વેસ્ટના ડેપ્યુટી કમિશ્નર હતા.
Published at : 25 Apr 2018 04:28 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
આઈપીએલ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)