શોધખોળ કરો
જૈન સમાજના મોટા સાધુએ 36 વર્ષની વયે કરી લીધો આપઘાત, લખ્યું: હમ સાધુ હોકર ગલત કામ કર રહે હૈં...

1/4

ભોપાલઃ શ્રી ચંપાપુર દિગંબર જૈન રિદ્ધક્ષેત્ર મંદિરના રૂમમાં મંગળવારે જૈન મુનિ વિપ્રન સાગર જી મહારાજ (36 વર્ષ)એ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. સાંજે તેમનો મૃતદેહ રૂમમાં પંખા સાતે લટકેલ મળ્યો હતો. જાણકારી મળવા પર નાથનગર અને લલમટિયા પોલીસ સ્ટેશનથી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને આગળની તપાસ હાથ ધરી. રૂમમાં સુસાઈડ નોટ મળી છે. સિટી ડીએસપી રાજવંશ સિંહે કહ્યું કે, મૃતદેહનું બુધવારે પોસ્ટમોર્ટર કરાવવામાં આવશે.
2/4

મંગળવારે બપોરના જૈન મુનિ વિપ્રન સાગરજી આહાર બાદ મંદિરના રૂમ નંબર ત્રણમાં ગયા હતા. એ પછી તેઓ બહાર આવ્યા નહોતા. સાંજના સમયે વિપ્રન સાગર મહારાજે દરવાજો ના ખોલ્યો ત્યારે જૈન સમાજના સંખ્યાબંધ લોકો ત્યાં ભેગા થઈ ગયા હતા. તેમણે દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે દરવાજો નહી ખુલતા ત્યાં હાજર લોકોએ દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો, અંદર પ્રવેશતા જ છત પરના પંખા સાથે જૈન મુનિનો મૃતદેહ લટકતો જોવા મળ્યો હતો. તેમના ગળામાં પ્લાસ્ટિકની દોરીનો ફંદો હતો.
3/4

સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી, પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી, જેમાં એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી, સુસાઇડ નોટમાં તેમણે પરેશાની હોવાનું લખ્યું હતું પણ ક્યા પ્રકારની સમસ્યા હતી તેનો ઉલ્લેખ કર્યો ન હતો, વધુમાં સુસાઇડ નોટમાં લખ્યું હતું કે આપણે ખોટું કરી રહ્યાં છીએ, સાધુ આવું કરે તે ખોટું છે.
4/4

ભાગલપુરના કબીરપુર વિસ્તારમાં આવેલા દિગંબર જૈન સિધ્ધક્ષેત્ર મંદિરમાં જૈન મુનિ વિપ્રન સાગરજી મહારાજ ચાર્તુમાસ કરી રહ્યા હતા. તેઓ પગપાળા વિહાર કરતા હતા. 6 મહિના પહેલા સમેત શિખરજીથી તેઓ પગપાળા ભાગલપુર આવ્યા હતા.
Published at : 01 Nov 2018 10:38 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દુનિયા
આઈપીએલ
Advertisement
