પોલીસના એક પ્રવક્તાએ જણાવ્યું કે જમ્મુ કાશ્મીર પોલીસ અને સીઆરપીએફના જવાનને આતંકીઓ હોવાની જાણ થતા શહેરના રામપુરા ચટ્ટાબલ વિસ્તારમાં સર્ચ આપરેશન શરૂ કર્યું હતું.
2/3
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આજે આતંકવાદી વિરુદ્ધ સર્ચ ઓપરેશમાં દરમિયાન થયેલી અથડામણમાં ત્રણ આતંકીઓને ઠાર કરાયા છે. આ સર્ચ ઓપરેશનમાં સીઆરપીએફના સહાયક કમાંડેટ સહિત અનેક જવાનો ઘાયલ થઈ ગયા છે.
3/3
પોલીસ મહાનિદેશક એસપી વૈદ એ ટ્વિટ કરી જણાવ્યું કે અથડામણ સપાપ્ત થઈ ગઈ છે. રાજ્યના પોલીસ અને સીઆરપીએફના જવાન સાથે અથડામણમાં માર્યા ગયેલા ત્રણેય આતંકીઓના મૃતદેહ જપ્ત કરવામાં આવ્યાં છે.