ખરાબ હવામાનના કારણે અમરનાથ યાત્રા પણ અટકાવી કરવામાં આવી છે. અને શ્રદ્ધાળુઓને જમ્મુ કેમ્પ પર રોકવામાં આવ્યા છે. આજે શ્રદ્ધાળુઓનો એક પણ જથ્થો યાત્રા માટે મોકલવામાં આવ્યો નથી. અધિકારીએ જણાવ્યું કે અનેક જગ્યાએ ભૂસ્ખલનના કારણે કાળીમાતા રસ્તો ક્ષતિગ્રસ્ત હોવાના કારણે બાલટાલ માર્ગથી અમરનાથ યાત્રા રોકવી પડી છે.
2/3
શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદના કારણે ઘાટીમાં પૂરની ચેતવણી આપવામાં આવી છે. પૂર અને વરસાદની ચપેટમાં આવતા ત્રણ લોકોના મોત નીપજ્યા છે. સતત વરસાદના કારણે ઝોલમ સહિત અનેક નદીઓના પાણી ભયજનક સપાટીએ પહોંચ્યા છે. જેને લઈને શ્રીનગર સહિત દક્ષિણ કાશ્મીરમાં નિચાણવાળા વિસ્તારમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
3/3
જમ્મુમાં તવી નદીમાં 6 લોકો તણાઈ ગયા હતા જેને એસડીઆરએફી ટીમે રેસક્યૂ કરી તમામને બચાવી લીધા હતા. પૂર નિયંત્રણ વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે, ઝોલમ નદી અને અન્ય નદીઓના કિનારાના વિસ્તારમાં રહેતા અને મધ્ય કાશ્મીરમાં નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને એલર્ટ રહેવાની સલાહ આપી છે.