પોલીસના જણાવ્યા મુજબ આતંકીઓ 7 મેથી પહેલાં હુમલો કરવાની યોજના બનાવી રહ્યાં હતા. 7 મેનાં રોજ રાજ્ય સરકારની શિયાળુ રાજધાની જમ્મુથી ફરી શ્રીનગરમાં ખુલવાની છે. ઠાર થયેલાં ત્રણ આતંકીઓમાંથી એકની ઓળખ ફયાઝ અહેમદ હમ્માલ તરીકે થઈ છે જે કાશ્મીરી છે અને ગત એક વર્ષથી આતંકી પ્રવૃતિઓમાં સક્રિય હતો.
3/7
જમ્મુ કાશ્મીરના શોપિયાંમાં સુરક્ષા દળના જવાનોને સંદિગ્ધ પ્રવૃતિ અંગે સુચના મળી હતી. સુચના બાદ સર્ચ પાર્ટી નીકળી અને સંદિગ્ધ સ્થળે કેટલાંક ફાયર કર્યા, જે બાદ આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. પ્રાપ્ત થતી માહિતી મુજબ વિસ્તારમાં ત્રણથી પાંચ આતંકીઓ છુપાયેલાં છે ફાયરિંગ ચાલી રહ્યું છે.
4/7
હાલ, જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળ વચ્ચે અથડામણ શરૂ થઈ છે. ઘાટીના શોપિયાંમાં બંને બાજુથી ફાયરિંગ થઈ રહ્યું છે. આ પહેલાં શનિવારે શ્રીનગરના છત્તાબલમાં સુરક્ષા દળોએ અથડામણ દરમિયાન ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. માર્યા ગયેલા આતંકીઓ પાસેથી મળી આવેલી વસ્તુથી ખ્યાલ આવ્યો કે આતંકીઓ લશ્કર-એ-તૈયબાના હતા.
5/7
સાઉથ કાશ્મીરના શોપિયા જિલ્લામાં બડીગામ વિસ્તારમાં ચાલી રહેલા એન્કાઉન્ટરામાં એસઓજીના પોલીસકર્મી અનિલ કુમાર અને 44 રાજપૂતાના રાઇફલ્સના જવાન ઘાયલ થયા છે. બન્નેને તરતજ એન્કાઉન્ટર વિસ્તારમાંથી બહાર કાઢીને નજીકની સૈન્ય હોસ્પીટલમાં ભરતી કરવામાં આવ્યા છે.
6/7
સદ્દામ પાદર હિઝબુલનો મુખ્ય આતંકી કમાન્ડર છે અને બુરહાન બ્રિગેડમાં સામેલ એકમાત્ર જીવિત હિઝબૂલ કમાન્ડર છે. જોકે આ એન્કાઉન્ટરમાં 2 સુરક્ષા કર્મી ઘાયલ પણ થયા છે. ઘાયલોમાં એક જવાન સેવાનો છે અને એક પોલીસનો.
7/7
શ્રીનગરઃ કાશ્મીર ઘાટીમાં આંતકીઓ વિરુદ્ધ સુરક્ષા દળો તરફથી ચલાવવામાં આવી રહેલા 'ઓપરેશન ઓલઆઉટ'માં મોટી સફળતા મળતી દેખાઇ રહી છે. શોપિયા એન્કાઉન્ટરમાં હિઝબૂલ આંતકી સદ્દામ પાદરને ઘેરે લેવામાં આવ્યો છે. અત્યારે સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે જબરદસ્ત ફાયરિંગ ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, સદ્દામની સાથે બિલાલ મૌલવી અને આદિલ મલિકને પણ ઘેરી લીધો છે.