શોધખોળ કરો
કર્ણાટક સરકારની ખેડૂતોને મોટી ભેટ, જાણો કેટલા કરોડની લોન કરી માફ
1/4

કૉંગ્રેસ સરકારની તમામ કલ્યાણકારી યોજનાઓ શરૂ રહેશે. ઈન્દિરા કેન્ટીન, અન્ન ભાગ્ય યોજના ચાલુ રહેશે, તેને વધારે સારી બનાવવમાં આવશે. ખેડૂતોના દેવા માફીની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રીની જાહેરાતથી 25 હજાર ખેડૂતોને લાભ મળશે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે ખેડૂતોના દેવા માફીનું આ પ્રથમ ચરણ છે. ખેડૂતોને 31 ડિસેમ્બર 2017 સુધી લેવામાં આવેલી લોન પર લોન માફીનો લાભ મળશે. ખેડૂતોના 34000 કરોડ રૂપિયાની લોન માફ કરવાની જાહેરાત, દરેક ખેડૂતોના 2 લાખ રૂપિયા લોન માફ થશે.
2/4

બેલગાવી, કુલબર્ગી અને મૈસૂર શહેરમાં સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ખોલવામાં આવશે. આ હોસ્પિટલોમાં હાર્ટ, કેંસર અને અન્ય બીમારીઓની સારવાર કરવામાં આવશે. ગદગ, કોપ્પલ, ચામરાજનગર અને હસન જિલ્લામાં 450 બેડ વાળી હોસ્પિટલ ખોલવામાં આવશે. તેના માટે 200 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે.
Published at : 05 Jul 2018 03:18 PM (IST)
View More





















