શોધખોળ કરો
યેદિરુપ્પાને CM બનાવવાનો નિર્ણય લોકતંત્ર માટે એક ઝટકો હતો, રાજ્યપાલે રાજીનામું આપી દેવું જોઈએ: પવાર
1/4

શરદ પવારે કહ્યું કે, રાજ્યપાલ વજુભાઈના આ નિર્ણયે લોકતંત્રને નુકસાન પહોંચાડ્યું છે. કર્ણાટકના મુખ્યમંત્રી યેદુરપ્પાએ શનિવારે કર્ણાટક વિધાનસભામાં નિર્ધાર્તિ શક્તિ પરીક્ષણનો સામનો કરતાં પહેલાજ રાજીનામું આપી દીધું. બહુમતિ સાબિત કરવાનો આદેશ સુપ્રીમ કોર્ટે કૉંગ્રેસ અને જેડીએસની તે અરજી પર આપ્યો હતો જે તેણે રાજ્યમાં ભાજપાને સરકાર બનાવવા માટે આમંત્રણ આપવાના રાજ્યપાલના નિર્ણયને પડકાર્યો હતો.
2/4

શરદ પવારે કહ્યું, હું કૉંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યને પ્રલોભનમાં નહીં ફસાયા તે બદલ તેમને અભિનંદન આપું છું. ભાજપને યેદુરપ્પાને મુખ્યમંત્રી બનાવવા માટે ઉતાવળ નહોતી કરવી જોઈતી જ્યારે તેમની પાસે બહુમત નહોતું. તેમણે કહ્યું ભાજપની યેદિરુપ્પાને મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય લોકતંત્ર માટે એક ઝટકો હતો. તેથી રાજ્યપાલે રાજીનામું આપી દેવું જોઈએ.
Published at : 20 May 2018 09:49 AM (IST)
View More




















