નવી દિલ્હી: કર્ણાટકમાં હજુ પણ હાઈવોલ્ટેજ ડ્રામા ખતમ નથી થયો ત્યાં તેની અસર અન્ય રાજ્યો ગોવા, મણિપુર, બિહાર સુધી પહોંચી છે. કર્ણાટકમાં રાજ્યપાલ દ્વારા ભાજપ નેતા યેદુરપ્પાને સરકાર બનાવવા આમંત્રણ આપ્યા બાદ રાજકીય માહોલ ગરમાયો છે. ગોવા, મણિપુરમાં કૉંગ્રેસ તો બિહારમાં આરજેડીએ પણ સરકાર બનાવવાનો દાવો રજૂ કરવા નિર્ણય લીધો છે. ગોવાંમાં ભાજપની સરકાર છે. જ્યાપે બિહારમાં જનતા દળ યૂનાઈટેડ સાથે ગઠબંધનની સરકાર છે.
2/7
ગોવા કૉંગ્રેસ પ્રદેશના અધ્યક્ષ ગિરીશ ચોડણકરે રાજ્યપાલ મૃદુલા સિન્હા પાસે મળવાનો સમય માગ્યો છે. કૉંગ્રેસે રાજ્યપાલને ગોવામાં પણ કર્ણાટક જેવી ફોર્મૂલા અપનાવવા અપીલ કરી શકે છે. કૉંગ્રેસનો તર્ક છે કે જ્યારે કર્ણાટકમાં સૌથી મોટી પાર્ટીને સરકાર બનાવાનું નિમંત્રણ મળ્યું છે, તો ગોવામાં પણ આવું હોવું જોઈએ.
3/7
શુક્રવારે ગોવા કૉંગ્રેસ નેતાઓનું પ્રતિનિધિમંડળ રાજ્યપાલ સાથે મુલાકાત કરી શકે છે. તે સિવાય કૉંગ્રેસ પોતાના ધારાસભ્યને રાજ્યપાલ સામે પરેટ પણ કરાવી શકે છે.
4/7
આરજેડી નેતાએ કર્ણાટકમાં ભાજપ સરકારના ગઠનમાં રાજ્યપાલની ભૂમિકા પર સવાલ ઉઠાવતા કહ્યું કે સમગ્ર પ્રકરણમાં એસઆર બોમ્મઈ મામલે સુપ્રીમ કોર્ટે આપેલા નિર્ણયને પણ નજરઅંદાજ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે ચૂંટણી પૂર્વે ગઠબંધન નહીં હોવાની સ્થિતિમાં સૌથી મોટી પાર્ટીને આમંત્રણ આપવાની જગ્યાએ ચૂંટણી બાદ થયેલા ગઠબંધને પ્રાથમિકતા આપવી જોઈએ.
5/7
કૉંગ્રેસનું કહેવું છે કે દેશમાં એકજ નિયમ-કાયદા લાગુ પડે છે. ગોવા,મણિપુર,મેઘાયલ અને બિહારમાં ભાજપ-એડીએ શાસિત મુખ્યમંત્રીઓએ રાજીનામુ આપવું જોઈએ. બિહારમાં રાજદ અને ગોવા, મણિપુર અને મેઘાલયમાં કૉંગ્રેસ રાજ્યપાલ સાથે મુલાકાત કરીને પોતાનો દાવો કરવાની રણનીતિ બનાવી રહી છે.
6/7
તેમણે કહ્યું કે રાજ્યપાલે મુખ્યમંત્રી યેદુરપ્પાને બહુમત સાબિત કરવા માટે પંદર દિવસનો સમય આપીને ધારાસભ્યને ખરીદવા માટેના દરવાજા ખોલી દીધા છે.
7/7
એટલું જ નહીં કર્ણાટકની ફોર્મૂલા પર બિહારમાં આરજેડી નેતા તેજસ્વી યાદવ સૌથી મોટી પાર્ટી તરીકે દાવો કરતા રાજ્યપાલ સામે સરકાર બનાવવાનો દાવો માંડશે. વર્ષ 2015માં બિહાર વિધાનસભા ચૂંટણીમાં આરજેડી સર્વાધિક 80 બેઠક જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઊભરી આવી હતી. જ્યારે ગોવામાં પણ વર્ષ 2017માં કૉંગ્રેસ સૌથી વધુ 17 બેઠકો પર જીત મેળવી હતી.