અન્સારીએ ટ્વિટર પર લખ્યું હતું કે સુષમા સ્વરાજ મેમ હું બીએસપીનો સમર્થક છું અને એક મુસ્લિમ છું, પરંતુ હું તમને મારી કિડનીનું દાન કરવા ઇચ્છું છું. મારા માટે તમે માતા સમાન છો. અલ્લા તમને બરકત આપે. વધુ એક મુસ્લિમ વ્યક્તિ નિયામત અલીએ પણ સુષમાને કિડની આપવાની ઓફર કરી. જાન શાહ નામના અન્ય એક ટ્વિટર યુઝરે પણ કહ્યું કે તે પણ પોતાની કિડની આપવા તૈયાર છે. આ લોકોની ઓફરના જવાબમાં સુષમાએ ટ્વિટ કર્યું કે ભાઈઓ, તમારો ખૂબ ખૂબ આભાર. મને વિશ્વાસ છે કે કિડની પર કોઈ ધર્મનું લેબલ હોતું નથી.
2/3
સુષમાએ બુધવારે ટ્વિટર દ્વારા જાણકારી આપી હતી કે તેમની કિડની ખરાબ થઈ ગઈ છે અને તે એઇમ્સમાં ભરતી છે, જ્યાં તેનું ડાયાલિસિસ ચાલી રહ્યું છે. ત્યારબાદ અનેક લોકોએ તેમને પોતાની કિડની દાનમાં આપવાની ઓફર કરી હતી. મુજિબ અન્સારીએ પણ સુષમાને કિડની દાન કરવાની ઓફર કરતાં ટ્વિટર પર લખ્યું કે તે મુસ્લિમ છે અને ઉત્તર પ્રદેશમાં રહે છે તેમજ માયાવતીની પાર્ટી બીએસપીના સમર્થક છે.
3/3
નવી દિલ્હીઃ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજને પોતાના માટે કિડની દાન કરવાની એક મુસ્લિમ વ્યક્તિની રજૂઆત પર તેનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે, કિડની પર ધર્મનું કોઈ લેબલ નથી હોતું.