પોલીસ અનુસાર, કીર્તિ દ્વારા સિદ્ધેશને વ્યવસ્થિત કામ નહી કરવા બદલ નોકરીમાંથી છૂટા કરવાની નોટિસ આપવામાં આવી હતી. જ્યારે સિદ્ધેશ તેની સાથે જ કામ કરતી ખુશી સાહજવાની સાથે અફેર હતું અને તે નોકરીમાંથી છૂટો થવા માગતો ન હતો અને નોકરી જવાથી રોષે ભરાયેલા સિદ્ધેશે ખુશીની એસયુવી ગાડીમાં કીર્તિનું ગળુ દાબીને મારી નાખી હતી અને પછી લાશને માહુલના ડમ્પિંગ વિસ્તારમાં નાખી દીધી હતી.
2/5
સીસીટીવી ફુટેજમાં કીર્તિ તેના ઘરની બહાર ગાડીમાં બેસતી નજરે પડે છે. તેમ જ ખુશીની ગાડી પરથી મળેલા લોહીના ડાઘ કીર્તિના માતા-પિતાના ડીએનએ સાથે મળતા આવે છે. આ આધારે જ સિદ્ધેશ અને ખુશીની ધરપકડ કરવામાં આવી હતી. માર્ચ 16ના કોલ રેકર્ડ પણ દર્શાવે છે કે સિદ્ધેશ, ખુશી અને કીર્તિ સાથે હતા. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર, પોલીસ પાસે મુખ્ય પુરાવા તરીકે ડીએનએ રિપોર્ટ, કોલ રેકર્ડ અને સીસીટીવી ફુટેજ છે.
3/5
ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી છે તેમાં 50 સાક્ષીના નિવેદન લેવામાં આવ્યા છે જેમાં કીર્તિ વ્યાસનો પરિવાર, મિત્ર અને કલીગનો સમાવેશ થાય છે જેમણે તેને આરોપી સિદ્ધેશ તામ્હનકર અને ખુશી સાહજવાની કારમાં જતા જોયા હતા.
4/5
મુંબઈઃ સલોન એક્ઝિક્યૂટિવ કીર્તિ વ્યાસ હત્યા કેસ પહેલો એવો કેસ હશે, જેમાં મૃતદેહ મળ્યા વગર જ ક્રાઈમ બ્રાન્ચે ચાર્જશીટ ફાઈલ કરી દીધી છે. ક્રાઈમ બ્રાન્ચે 962 પેજની ચાર્જશીટ ફાઈલ કરી છે.
5/5
નોંધનીય છે કે, ગ્રાન્ટ રોડની રહેવાસી 28 વર્ષીય કીર્તિ વ્યાસ અંધેરીના બી-બ્લન્ટ સલુનમાં કામ કરતી હતી અને 16મી માર્ચે ગુમ થઈ હતી. આ હત્યાના પ્રકરણે કીર્તિના બે સહકર્મચારીઓ 28 વર્ષીય સિદ્ધેશ તામ્હનકર અને 42 વર્ષની ખુશી સાહજવાનીની ધરપકડ કરવામાં આવી છે.