શોધખોળ કરો
કરૂણાનિધિઃ નેહરુના સમયે MLA બન્યાં, બાદમાં 5 વખત સંભાળી CMની ખુરશી

1/5

વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમના સારા સ્વાસ્થ્યની કામના કરી છે. પીએમે કરૂણાનિધિના દીકરા સ્ટાલિન અને પુત્રી કનિમોઝી પાસેથી તેમના સ્વાસ્થ્યની માહિતી લઈ શક્ય તમામ મદદ કરવાની ખાત્રી આપી છે.
2/5

1969માં ડીએમકે ફાઉન્ડર સીએન અન્નાદુરઈના નિધન બાદ કરુણાનિધિ તમિલનાડુના સીએમ બન્યા હતા. જે બાદ પાર્ટી પર તેમની પકડ મજબૂત થતી ગઈ. કરૂણાનિધિનો જન્મ ગરીબ કુટુંબમાં થયો હતો. શરૂઆતમાં તેમનું નામ દક્ષિણામૂર્તિ રાખવામાં આવ્યું હતું. જે બાદ તેમણે નામ બદલી નાંખ્યું હતું.
3/5

ચેન્નઈઃ તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી અને DMK પ્રમુખ એમ કરૂણાનિધિ ચેન્નઈની કાવેરી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ છે. યૂપિનરી ટ્રેક્ટ ઈન્ફ્કેશનના કારણે તેમની તબિયત ખરાબ છે. 94 વર્ષીય કરૂણાનિધિ 5 વખત તમિલનાડુના મુખ્યમંત્રી રહ્યા છે. તેમનો જન્મ 3 જૂન, 1924ના રોજ થયો હતો. તેમણે 14 વર્ષની ઉંમરમાં જ રાજકીય જિંદગી શરૂ કરી દીધી હતી.
4/5

1957માં તેઓ 33 વર્ષની વયે ધારાસભ્ય બન્યા હતા. તે સમયે જવાહર લાલ નેહરુ દેશના પ્રધાનમંત્રી હતી. બાદમાં મુખ્યમંત્રી તરીકે તેમણે ઈન્દિરા અને રાજીવ ગાંધીનો કાર્યકાળ પણ જોયો. પાંચમી વખત જ્યારે તેઓ મુખ્યમંત્રી બન્યા ત્યારે મનમોહન સિંહ પીએમ હતા.
5/5

પાર્ટીના પ્રમુખ તરીકે કરૂણાનિધિને 50 વર્ષ થઈ ગયા છે. 27 જુલાઈ 1969ના રોજ પ્રથમ વખત પાર્ટી અધ્યક્ષ બન્યા હતા. 1957માં ધારાસભ્ય બન્યા બાદ એક પણ વખત હાર નથી જોઈ. તેઓ કુલ 13 વખત ચૂંટણી લડ્યા હતા.
Published at : 28 Jul 2018 03:42 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
