અમિત શાહે તેમના સંબોધનમાં જણાવ્યું કે, ‘કર્ણાટકમાં બીજેપીને મોટી જીત મળી છે. લોકોએ કર્ણાટકને કોંગ્રેસ મુક્ત કરી છે. ભાજપને જીત અપાવવા બદલ કર્ણાટકની જનતાનો દિલથી આભાર.’
2/4
નવી દિલ્હીઃ કર્ણાટકમાં સૌથી મોટી પાર્ટી બનીને ઉભરેલી બીજેપીએ રાજ્યમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. આ બાજુ દિલ્હીમાં ભાજપના હેડ ક્વાર્ટરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહે કાર્યકરોને સંબોધન કર્યું હતું.
3/4
પીએમ મોદીએ સંબોધનની શરૂઆત કરતાં કહ્યું કે, ‘કર્ણાટકની ખુશી છે, પરંતુ બનારસમાં થયેલી દુર્ઘટનાથી મન ભારે છે. કર્ણાટકનો વિજય અસામાન્ય અને અસાધારણ છે. જનતા જનાર્દન ભગવાનનું રૂપ હોય છે. કર્ણાટકની જનતાએ ગેરમાર્ગે દોરનારાને જવાબ આપ્યો છે. કર્ણાટકની જનતાને અભિનંદન આપું છું. આ ચૂંટણીએ મારા મનને પણ પ્રભાવિત કર્યું છે.’
4/4
‘સંગઠનની શક્તિથી કઈ રીતે ચૂંટણી લડી શકાય તે અધ્યક્ષજી પાસેથી શીખી શકાય છે. કર્ણાટકમાં જીત માટે અમિત શાહને અભિનંદન. કર્ણાટકમાં જે પ્રકારે કાર્યકર્તાઓએ મહેનત કરી છે તેમને સલામ છે. કર્ણાટકના ઉજ્જવળ ભવિષ્ય માટે ભાજપ ક્યારેય પાછી પાની નહીં કરે તેવો હું રાજ્યના લોકોને વિશ્વાસ અપાવું છું’ તેમ પણ મોદીએ કહ્યું હતું.