રાજ્યની 224 સભ્યોની વિધાસનભાની 222 સીટ પર 12 મેના રોજ 72.13 ટકા મતદાન થયું હતું. આર.આર. નગર સીટથી ચૂંટણીમાં ગોટાળાની ફરિયાદ બાદ મતદાન રોકી દેવામાં આવ્યું હતું. જયનગર સીટ પર ભાજપના ઉમેદવારનું નિધન થવાને કારણે મતદાન ટાળવામાં આવ્યું હતું.
2/5
કર્ણાટક વિધાનસભા ચૂંટણી પરિણામ 2018 માટે મતગણતરી સવારે 8 કલાકે શરૂ થશે. ચૂંટણી બાદ એક્ઝિટ પોલમાં રાજ્યમાં ત્રિશંકુ વિધાનસભાનો અંદાજ લગાવાવમાં આવ્યો છે. એવામાં પૂર્વ પીએમ એચડી દેવગૌડાની જેડીએસ કિંગમેકરની ભૂમિકા ભજવી શકે છે.
3/5
જોકે, કર્ણાટક ચૂંટણીના પરીણામોમાં કોઈ પણ પાર્ટીને સ્પષ્ટ બહુમત મળી શકતી નથી. કોંગ્રેસ અને જેડીએસ બહુમતના આંકડાને પાર કરતી જોવા મળી રહી છે. 2.13 વાગે કોંગ્રેસ 73, જેડીએસ 40 અને ભાજપ 106 સીટો પર આગળ ચાલી રહી છે. કર્ણાટકમાં બહુમત માટે 113 સીટો જોઈએ છે.
4/5
જેડીએસને સમર્થનને લઈને સોનિયા ગાંધી સક્રિય છે અને તે પોતે ઈચ્છી રહ્યા છે કે તેમની પાર્ટી જેડીએસને સમર્થન કરે. કોંગ્રેસના બે વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ અને અશોક ગેહલોત બેંગલોરમાં છે અને તેમણે દાવો પણ કર્યો છે કે તેઓ જેડીએસના સંપર્કમાં છે.
5/5
બેંગલોર: કર્ણાટક ચૂંટણી પરીણામોમાં નાટકિય અંદાજમાં બહુમતનો પેચ ફસાયા બાદ કોંગ્રેસ મોટો દાવ રમવા જઈ રહી છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસે બીજેપીને રોકવા માટે શરત વગર જેડીએસને સમર્થન આપવાનું નક્કી કરી લીધું છે. સુત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ જેડીએસના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી કુમારસ્વામીને સીએમ બનાવવા માટે તૈયાર છે.