લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને હંગામો કરી રહેલા ટીડિપીના 12 સાંસદોને સસ્પેન્ડ કર્યા હતા. આ પહેલા બુધવારે સ્પીકરે 374એ મુજબ એન્નાદ્રમુકના 24 સાંસદોને પાંચ દિવસ માટે સસ્પેન્ડ કર્યા હતા. 374એ મુજબ સ્પીકરને સંસદની કાર્યવાહીને બાધિત કરનારા સદસ્યોને નિલંબિત કરવાનો અધિકાર હોય છે.
2/3
એઆઈડીએમકેના સાંસદ કાવેરી નદી પર બાંધ બનાવવાના પ્રસ્તાવને પાછો લેવાની માંગ કરી રહ્યા હતા, જ્યારે ટીડીપીના સાંસદોએ આંધ્ર પદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગને લઈને હંગામો કર્યો હતો.
3/3
નવી દિલ્હી: લોકસભામાં ગુરૂવારે એઆઈડીએમકે અને ટીડિપીના સદ્સોયના હંગામા બાદ સંસદની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરવામાં આવી છે. સવારે સંસદની કાર્યવાહી શરૂ થતાં જ એઆઈડીએમકે અને તેલુગૂ દેશમ પાર્ટીના સદસ્યો સ્પીકરના આસન પાસે પહોંચી પોતાની માંગોને લઈને નારેબાજી કરવા લાગ્યા હતા.