શોધખોળ કરો
આજે છે વર્ષ 2019નું પ્રથમ ચંદ્ર ગ્રહણ, ભૂલથી પણ ન કરો આ કામ
1/3

ચંદ્ર ગ્રણ દરમિયાન કેટલાક કામ ન કરવા જોઈએ. જેમ કે, ગ્રહણ દરમિયાન દેવ પૂજા નિષેધ ગણવામાં આવે છે. આ જ કારણ છે કે ગ્રહણ લાગવા પર મંદિરોના કપાટ બંધ કરવામાં આવે છે. ચંદ્ર ગ્રહણ દરમિયાન કોઈપણ શુભ કાર્ય ન કરવું જોઈએ. ચંદ્ર ગ્રહણ દરમિયાન પ્રકૃતિથી વધારે સંવેદનશીલ થઈ જાય છે. આ જ કારણ છે કે આ દરમિયાન ઝાડ, છોડ અને પાંદડા તોડવા ન જોઈએ. જ્યોતિષીની ધારણા અનુસાર, ચંદ્ર ગ્રહણ દરમિયાન નખ અને વાળ કાપવા અશુભ ગણાય છે. ચંદ્ર ગ્રણ દરમિયાન ખાવાનું બનાવવા અને ભોજન કરવાથી બચવું જોઈએ. ગ્રહણ બાદ સ્નાન કર્યા બાદ ચોખ્ખા અને પવિત્ર કપડા પહેરવા જોઈએ. ધાર્મિક માન્યતા અનુસાર, ગ્રહણ દરમિયાન પણ ગરીબ અને અસહાય વ્યક્તિનું અપમાન ન કરવું જોઈએ, કારણ કે આમ કરવાથી શનિ દેવ નારાજ થઈ જાય છે. ચંદ્ર ગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓને પણ ગ્રહણથી દૂર રહેવું જોઈએ. માન્યતા છે કે ગ્રહણની છાયા ગર્ભમાં રહેલ બાળકને નુકસાન પહોંચાડી શકે છે.
2/3

સુપર ચંદ્ર ગ્રણનો સમયઃ 21 જાન્યુઆરી સોમવારે ગ્રહણ શરૂઆત- સવારે 9 કલાક 4 મિનિટ. ગ્રહણ મધ્ય- પરમ ગ્રાસ- સવારે 10 કલાકે 42 મિનિટ. ગ્રહણ સ્પર્શ પૂર્ણ- સવારે 11 કલાકે 13 મિનિટ. ગ્રહણ પૂર્ણ- બપોરે 12 કલાકે 21 મિનિટ.
Published at : 21 Jan 2019 10:39 AM (IST)
Tags :
Lunar EclipseView More





















