બીજી તરફ, પાર્ટીના કેટલાક કાર્યકરોએ તસવીર સામે આવ્યા બાદ આ મુદ્દાને ઉઠાવ્યો છે. તેમનું કહેવું છે કે તેનાથી પાર્ટીની છબી ખરાબ થઈ છે, તેનાથી એવું લાગી રહ્યું છે કે પાર્ટી કહે છે કંઈક અને તેના નેતા કરે છે ઉંધું.
2/5
પાર્ટી નેતા અને કેરળના પૂર્વ કૃષિ મંત્રી મુલ્લાકારા રત્નાકરણે એપ્રિલમાં આડંબરપૂર્ણ લગ્નનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેઓએ વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવતા મુખ્યમંત્રી પિનરઈ વિજયન સરકારને આડંબરપૂર્ણ લગ્નની વિરુદ્ધ નવો કાયદો લાવવાની માગ કરી હતી.
3/5
કેરલ: કેરલના એક સીપીઆઈ નેતા આડંબરપૂર્ણ લગ્નનો વિરોધ કરી રહ્યા છે, બીજી તરફ તેમની પાર્ટીના જ એક ધારાસભ્યની દીકરી પોતાના લગ્નમાં ભારે ભારેખમ ઘરેણાં પહેરીને જોવા મળી હતી. લગ્નની આ તસવીર સોશિયલ સાઈટો પર વાયરલ થયા બાદ પાર્ટીએ નારાજગી વ્યક્ત કરી છે.
4/5
મળતી માહિતી પ્રમાણે, ત્રિશુરના નત્તિકાથી બે વાર ધારાસભ્ય રહેલી સીપીઆઈ ધારાસભ્ય ગીતા ગોપીની દીકરીના લગ્ન રવિવારે સંપન્ન થયા હતા. તે લગ્નની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ધારાસભ્ય સવાલોના ઘેરામાં આવી ગયા છે.
5/5
પોતાની ધારાસભ્યની પુત્રી ગોપી એવો દાવો કરી રહી છે કે લગ્ન ખૂબ જ સાદા સમારોહમાં આયોજીત કરવામાં આવ્યા હતા અને તેઓએ તે જ કર્યું છે જે સમાજમાં માતા-પિતા કરતા હોય છે.