બસપા તરફથી જાહેર કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં આ વાતો કહેવામાં આવી છે. પ્રેસ રિલીઝમાં લખવામાં આવ્યું છે કે, એસસી એસટી એક્ટને લઈને ભારત બંધ દરમિયાન રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભાજપ રાજમાં જાતિગત અને રાજનીતિક દ્વેષથી જે લોકો પર કેસ થયા છે, તેને ખત્મ નહી કરવામાં આવે તો બસપા ત્યાંની કૉંગ્રેસ સરકારને બહારથી સમર્થન પરત લેવાનો વિચાર કરી શકે છે.
2/3
નવી દિલ્હી: બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવીતએ મોટ નિવેદન આપ્યું છે. માયાવતીએ કહ્યું, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં આ વર્ષે 2 એપ્રિલના ભારત બંધ દરમિયાન લોકો પર દાખલ કરવામાં આવેલા કેસ પાછા લેવામાં આવે નહી તો બસપા રાજ્યની કૉંગ્રેસ સરકાર પાસેથી સમર્થન પરત લેવાનો વિચાર કરી શકે છે. માયાવતીના આ નિવેદન બાદ બંને રાજ્યોની કૉંગ્રેસ સરકારની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.
3/3
ઉલ્લેખનીય છે કે મધ્ય પ્રદેશ અને રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસ સૌથી મોટી પાર્ટી બનીને સામે આવી છે. આ બંને રાજ્યોમાં માયાવતીની પાર્ટી બસપાએ કૉંગ્રેસને બહારથી સમર્થન આપ્યું છે. મધ્ય પ્રદેશની 230 વિધાસભા બેઠકોમાં કૉંગ્રેસને 114, ભાજપને 109 અને બસપાને બે અને સમાજવાદી પાર્ટીને એક બેઠક મળી છે. જ્યારે અન્યના ખાતામાં 4 બેઠકો આવી છે. કૉંગ્રેસ બહુમતથી બે બેઠકો પાછળ રહી ગઈ હતી. જ્યારે, રાજસ્થાનમાં વિધાનસભાની 200 બેઠકો છે, પરંતુ ચૂંટણી 199 બેઠકો પર થઈ હતી. આ ચૂંટણીમાં કૉંગ્રેસે 99 અને બસપાએ 6 બેઠકો પર જીત મેળવી હતી. કૉંગ્રેસ બહુમત કરતા એક બેઠક પાછળ રહ્યું હતું.