શોધખોળ કરો
#MeToo: એમજે અકબરના મહિલા પત્રકાર સામે માનહાનિ કેસ અંગે 31 ઓકટોબરે થશે સુનાવણી
1/4

પત્રમાં વધુમાં જણાવ્યું હતું કે, "હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનો ખુબ જ આભારી છું કે, તેમણે મને દેશની સેવા કરવા માટે તક આપી." કપૂરે જણાવ્યું કે મામલો વિચારાધીન છે એટલે કાયાદો પોતાનું કામ કરશે. અમે પહેલા જ માનહાનિ કેસ દાખલ કરી ચુક્યા છે. અમે હવે કોર્ટમાં જોઇશું
2/4

નવી દિલ્હીઃ #MeToo કેમ્પેઇન હેઠળ જાતીય શોષણના આરોપનો સામનો કરી રહેલા વિદેશ રાજ્યમંત્રી એમ.જે અકબરે બુધવારે રાજીનામું આપી દીધું હતું. દિલ્હીની એક અદાલત પત્રકાર પ્રિયા રામાણી સામે કરેલા એમજે અકબરના ગુનાહિત માનહાનિ મામલામાં વધુ સુનાવણી 31 ઓક્ટોબરે થશે. આ જ દિવસે અકબરનું પણ નિવેદન નોંધવામાં આવશે. કોર્ટમાં એમજે અકબર વતી વરિષ્ઠ વકીલ ગીતા લૂથરા હાજર રહ્યા હતા. તેમણે કહ્યું કે, મારા અસીલની કોઈ ભૂલ નથી છતાં તેમણે રાજીનામું આપ્યું છે. પ્રિયાના ટ્વિટથી અકબરે 40થી વધારે વર્ષોમાં બનાવેલી પ્રતિષ્ઠાને ગંભીર નુકસાન પહોંચ્યું છે.
Published at : 18 Oct 2018 08:50 AM (IST)
View More





















