શોધખોળ કરો
લોકસભા પહેલા DMKમાં શરૂ થઇ સત્તાની લડાઇ, અલાગિરીએ આપી 5 સપ્ટેમ્બરે મોટી રેલી કરવાની ધમકી
1/6

નોંધનીય છે કે, ડીએમકેનો રાજકીય વારસાને લઇને બન્ને ભાઇઓ વચ્ચે ચાલી રહેલી લડાઇ હવે વધુ ઉગ્ર બની છે. કરુણાનિધીએ મોટા પુત્ર અલાગિરીને 2014માં પાર્ટી વિરોધી ગતિવિધીઓ કરવા બદલ હાંકી કાઢ્યો હતો, બાદમાં 2016માં નાના પુત્ર સ્ટાલિનને રાજકીય વારસ જાહેર કરીને પાર્ટીને કાર્યકારી અધ્યક્ષ બનાવ્યો હતો.
2/6

અલાગિરીએ કહ્યું કે તે આગામી 5 સપ્ટેમ્બરે એક મોટી રેલી કરશે, જેમાં તે તાકાત બતાવશે. અલાગિરીએ કહ્યું કે, તે રાજનીતિમાં પુરેપુરો પાછો આવ્યો છે, અને તેનું હવે પછીનુ લક્ષ્ય પાર્ટી કેડર તૈયાર કરવાનું છે. અલાગિરીએ સ્ટાલિન પર કટાક્ષ કરતાં કહ્યું કે, એમકે સ્ટાલિન અધ્યક્ષ હતો તો પણ પાર્ટીમાં કંઇ ખાસ ફરક નથી પડ્યો. હવે અધ્યક્ષ બનશે તો શુ થશે.
Published at : 23 Aug 2018 03:07 PM (IST)
View More





















