સર્વે અનુસાર ફરી એકવાર કેન્દ્રમાં મોદી સરકાર બની શકે છે. વડાપ્રધાન તરીકે લોકોને હજુ પણ નરેન્દ્ર મોદી વધુ પસંદ છે. સર્વેમાં બીજેપીને 30 ટકા, કોંગ્રેસને 23 ટકા અને અન્ય પક્ષોને સૌથી વધુ 47 ટકા મતો મળ્યા છે. આ સર્વે 97 સંસદીય વિસ્તારો અને 197 વિધાનસભા વિસ્તારોમાં 12,100 લોકોની વચ્ચે કરાવવામાં આવ્યો, સર્વે 18 જૂલાઇ 2018થી લઇને 29 જૂલાઇ 2018ની વચ્ચે કરાવવામાં આવ્યો છે.
2/5
3/5
સર્વેમાં નરેન્દ્ર મોદી પીએમ તરીકે પહેલી પસંદ બન્યા છે, પણ મતોની વાત કરીએ તો બીજેપીને 2014થી ઓછી બહુમતી મળી શકે છે. 2014ની 282 બેઠકોની સરખામણીમાં હાલ ચૂંટણી થાય તો 245 બેઠકો જ બીજેપીને મળી શકે છે, વળી કોંગ્રસેને 82 અને અન્યને 215 બેઠકો મળી શકે છે. એટલે કે વડાપ્રધાન તરીકે મોદી બધાને પસંદ છે પણ બહુમતી નથી મળતી.
4/5
તાજેતરમાં જ ઇન્ડિયા ટૂડે-કાર્વીના મૂડ ઓફ ધ નેશન જૂલાઇ 2018 (MOTN, જૂલાઇ 2018) ના પૉલ તરીકે દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી લોકોની પહેલી પસંદ છે. સર્વે અનુસાર કોંગ્રેસની આગેવાની વાળી યુપીએ નરેન્દ્ર મોદી પાસેથી દિલ્હીનો તાજ ઝૂંટવવા માટે અસફળ રહેશે.
5/5
નવી દિલ્હીઃ આગામી લોકસભા ચૂંટણીને લગભગ છ મહિનાનો સમય જ બચ્યો છે, આવામાં બધા રાજકીય પક્ષો 2019ની ચૂંટણીને લઇને કમર કસી રહ્યાં છે. ચૂંટણીમાં કઇ પાર્ટી જીતશે અને દેશના આગામી વડાપ્રધાન કોણ હશે, એ તે પરિણામો જ બતાવશે, પણ હાલના સમયમાં સર્વેમાં આનું અસ્પષ્ટ દ્રશ્ય સામે આવ્યું છે.