નોંધનીય છે કે, બોલીવૂડમાં કેટલીક ફિલ્મો કરનારી અને મુંબઈમાં સેક્સ બોમ્બ તરીકે ઓળખાતી નગમા અને સૌરવ ગાંગુલીનું પ્રેમ પ્રકરણ ખૂબ જ ગાજ્યું હતું, પણ તે સંબંધ લગ્નમાં પરિણમ્યો નહોતો.
2/4
અન્ય એક કોંગ્રેસ કાર્યકર્તાનું કહેવું છે કે, નગમા ઉત્તર પશ્ચિમ બેઠક પરથી પણ ચૂંટણી લડી શકે છે. આ બેઠક પરથી અત્યાર સુધી દિવંગત નેતા ગુરૂદાસ કામત લડતા હતાં. આ બેઠક પરથી 2009માં ચૂંટણી લડવાના હતાં પરંતુ છેલ્લી ઘડીએ આ બેઠક કામતને આપવામાં આવી હતી. આ સ્થિતિમાં જો પ્રિયા દત્તને આ વખતે પણ મુંબઈ ઉત્તર-મધ્ય બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવશે તો નગમાને ઉત્તર પશ્ચિમની બેઠક આપવામાં આવી શકે છે.
3/4
આ ઉપરાંત રવિવારે સાંતાક્રુઝમાં પાર્ટીની ઉત્તર મધ્ય જીલ્લાની બેઠક દરમિયાન નગમા શામેલ થતા આ આશંકા પ્રબળ બની છે. કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે, પ્રિયા દત્ત જ આ બેઠકની સાચી દાવેદાર છે, તેમને ઔપચારીક રૂપે એઆઈસીસીમાંથી હટાવવાનો અર્થ એ છે કે આ વખતે કદાચ તે ટોચની પસંદગી નહીં રહે.
4/4
નવી દિલ્હીઃ કોંગ્રેસે પૂર્વ સાંસદ પ્રિયા દત્તને રાષ્ટ્રિય સચિવના પદથી હટાવ્યા છે. તેમના સ્થાને હવે મુંબઈ ઉત્તર-મધ્ય બેઠક પરથી પાર્ટીની સ્ટાર ચૂંટણી પ્રચારક નગમાને 2019ની લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર બની શકે છે. નગમા ઉત્તર પ્રદેશથી લઈને રાજસ્થાન અને કર્ણાટકમાં અનેક રોડ શો કરી ચુકી છે. છેલ્લા 8 વર્ષથી એઆઈસીસીની સચિવ પદે રહેલા પ્રિયા દત્તને અચાનક હટાવી દેવામાં આવ્યા છે.