નવી દિલ્હીઃ ભારીતય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ (યૂઆઈડીએઆઈ)એ આધારમાં ફેરફાર સાથે જોડાયેલ સેવાઓના દરમાં ફેરફાર કર્યો છે. હવે ઉપભોક્તાઓને પ્રત્યેક બાયોમેટ્રિક અપડેટ માટે 100 રૂપિયા આપવા પડસે. ઉપરાંત એડ્રેસ, ફોન નંબર વગેરેમાં ફેરપાર કરાવવા માટે 50 રૂપિયા આપવા પડશે.
2/2
આ પહેલા આ સેવા માટે 25 રૂપિયા આપવા પડતા હતી જે જીએસટી લગાવીને કુલ 30 રૂપિયા થતા હતા. ઉપરાંત કે વાઈસી કે એ-4 સાઈઝના પેપર પર આધારની કલર પ્રિન્ટ આઉટ માટે ઉપભોક્તાઓએ 30 રૂપિયા આપવા પડતા હતા. યૂઆઈડીએઆઈ અનુસાર આ રકમ કરતાં વધારે ફી લેવું ગેરકાયદેસર ગણાશે.