આઇએસઆઇએસના નવા મૉડ્યૂલનું નામ ‘હરકત ઉલ હર્બ એ ઇસ્લામ’ છે. એનઆઇએના એક પ્રવક્તાએ જણાવ્યુ કે ‘દરોડાની કાર્યવાહી ચાલુ છે.' સર્ચ ઓપરેશનમાં NIA ઉપરાંત ઉત્તરપ્રદેશ એન્ટી ટેરરરિઝમની ટીમ પણ સામેલ છે.
2/5
3/5
અધિકારીઓએ જણાવ્યુ કે 26 જાન્યુઆરીના સમારોહ પહેલા તેઓ દિલ્હી અને યુપીમાં એવા ઠેકાણાઓ ધ્વસ્ત કરવા ઇચ્છતા હતા, આ દરોડા દરમિયાન વિસ્ફોટક પદાર્થ એમોનિયમ નાઇટ્રેટ અને રિવૉલ્વર જપ્ત કરાઇ છે.
4/5
યુપી એટીએસે માહિતી આપી છે કે આ મામલે અમરોહાથી 5 સંદિગ્ધોને પકડી પાડવામાં આવ્યા છે. લગભગ 10 સંદિગ્ધોને પુછપરછ માટે મોકલવામાં આવ્યા છે. એક રિપોર્ટ્સ અનુસાર આ નવા મૉડ્યૂલમાં અમરોહાની એક મસ્જિદના મૌલવી અને એક થર્ડ-ઇયરની સિવિલ એન્જિનીયરનો વિદ્યાર્થી મુખ્ય આરોપી છે.
5/5
નવી દિલ્હીઃ રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઇએ)એ બુધવારે આતંકી સંગઠન આઇએસઆઇએસના નવા મૉડ્યલને લઇને ચાલી રહેલી પોતાની તપાસના સિલસિલામાં ઉત્તરપ્રદેશ અને નવી દિલ્હીમાં 16 ઠેકાણો પર દરોડા પાડ્યા છે.