જણાવી દઈએ કે, મહાષ્ટ્રમાં 16 ટકા અનામતની માંગને લઈને મરાઠા સમુદાયો છેલ્લા કેટલાક દિવસોથી આંદોલન કરી રહ્યા છે. આ આંદોલન હિંસક પણ બન્યું હતું અને ઘણી ગાડીઓની તોડફોડ અને આગ ચાંપી દેવામાં આવી હતી. અનામતની માંગને લઈને અત્યાર સુધી ઓછા ઓછા સાત લોકોના કથિત રીતે આત્મહત્યા કરી ચુક્યા છે.
2/4
ભાજપના વરિષ્ઠ નેતા અને સડક પરિવહન મંત્રી નિતિન ગડકરીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે અસુવિધા અને નિરાશાના કારણે અનામતની માંગ થઈ રહી છે. તેથી ખેતીનું ઉત્પાદન વધારાની જરૂર છે અને પ્રતિ વ્યક્તિદીઠ આવક વધારવાની જરૂર છે. તેમણે આશા વ્યક્ત કરતા કહ્યું કે મરાઠા આંદોલન મુદ્દે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડવણવીસ ઉકેલ લાવશે.
3/4
અનામતની માંગને લઈને રાજકીય પાર્ટીઓ વચ્ચે બેઠક પણ થઈ ચુકી છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે સરકાર કાયદાકીય પ્રક્રિયાનું પાલન કર્યા બાદ મરાઠા અનામત મુદ્દે જાહેરાત કરશે જેથી આ કાયદો કાયદાકીય તપાસ પર ખરો ઉતરે અને અન્ય સમુદાયો માટે પણ વર્તામાન આરક્ષણ કોટાને પ્રભાવિત કર્યા વગર થઈ શકે.
4/4
ઔરંગાબાદ: મહારાષ્ટ્રમાં થઈ રહેલા મરાઠા આંદોલન વચ્ચે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ અનામત પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જાતિના આધારા પર નહીં પણ ગરીબીના આધાર પર અનામત આપવાની જરૂર છે. કારણ કે ગરીબની કોઈ જાતિ, ભાષા અને વિસ્તાર હોતો નથી. સાથે તેમણે કહ્યું કે જો અનામત કોઈ સમુદાયને મળી પણ જાય છે તો નોકરી ક્યાં છે, બેન્કોમાં આઈટીના કારણે નોકરીઓ નથી.