લાલૂ યાદવએ કહ્યું કે, તેજસ્વી પર લગાવવામાં આવેલા તમામ આરોપ નિરાધાર છે. ભ્રષ્ટાચારથી વધારે ગંભીર હત્યાના આરોપ છે. જો કે લાલૂએ સરકાર ચલાવવા માટે એક નવી ફોર્મ્યુલા આપી કે આરજેડી અને જેડીયૂ તથા કોંગ્રેસ આ ત્રણેય પાર્ટિઓ મળીને નેતા પસંદ કરે અને નિતીશ અને તેજસ્વી બહાર રહે.
2/3
ઉપરાંત વધુમાં પીએમ મોદી પર પ્રહાર કરતા કહ્યું કે, પીએમ મોદી અને નિતીશનું ગજબ સેટિંગ છે. એક બાજુ નીતિશે રાજીનામું આપ્યું અને મોદીએ શુભેક્ષા આપી, લાલૂએ કહ્યું કે, તેમણે નીતિશને રાજીનામું આપતા રોક્યા હતા પણ નીતિશ કુમાર માન્યા નથી.
3/3
નવી દિલ્લી: બિહારની રાજનિતીમાં એક નવો વળાંક આવી ગયો છે. નિતિશ કુમારે ગઇકાલે રાજીનામુ આપતા લાલૂ યાદવે પત્રકાર પરિષદ બોલાવી હતી. લાલૂએ કહ્યું કે, નીતિશ કુમારે કહ્યું હતું કે, કાદવમાં ભળી જશુ પણ ભાજપ સાથે સરકાર નહીં બનાવીએ. સંઘ મુક્ત ભારત બનાવીશું. જો કે લાલૂએ નિતીશ પર મોટો આરોપ લગાવતા કહ્યું કે, નિતીશ પર 1991માં હત્યાનો આરોપ છે. આ બાબતે કેસ ચાલી રહ્યો છે અને નિતીશ પર 302, 307નો કેસ દાખલ થયો છે.