શોધખોળ કરો
નોઈડામાં BJP નેતાની કાર પર ફાયરિંગ, નેતા સહીત 2 સુરક્ષાકર્મીના મોત
1/2

પ્રાપ્ત માહિતી અનુસાર બહલોલપૂર ગામના ભાજપના નેતા શિવકુમાર યાદવ પોતાના બે સુરક્ષાકર્મીઓ સાથે કોઈ કામ અર્થે કારમાં જઈ રહ્યા હતા ત્યારે ગ્રેટર નોઈડાના બિસરખ સ્ટેશન વિસ્તારમાં બાઈક સવાર બદમાશોએ તેની કાર પર અંધાધુંધ ફાયરિંગ કરી હતી. આ ફાયરિંગમાં ભાજપ નેતા અને બે સુરક્ષાકર્મીઓના ઘટના સ્થળેજ મોત થઈ ગઈ હતી.ઘટના સ્થળે પહોંચેલી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે. પોલીસ ઘટનાની તાપસ કરી રહી છે.
2/2

નવી દિલ્લી: ગ્રેટર નોઈડામાં ભાજપના એક નેતાની કાર પર અંધાધુંધ ફાયરિંગ કરી હત્યા કરી દેવામાં આવી છે. આ હુમલામાં ભાજપ નેતા સહિત કારમાં સવાર બે સુરક્ષાકર્મીઓ પણ માર્યા ગયા છે. ઘટનાની જાણકારી થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Published at : 16 Nov 2017 06:17 PM (IST)
View More























