નવી દિલ્હીઃ નોટબંધીનો આજે દસમો દિવસ છે ત્યારે રોકડ માટે બેંક અને એટીએમના ચક્કર કાપી રહેલ લોકો માટે આજે ઘણુંબધું બદલાઈ જવાનું છે. સામાન્ય લોકોને થઈ રહેલી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને સરકારે આજતી કેટલાક મહત્ત્વપૂર્ણ ફેરફાર કર્યા છે.
2/6
એટલું જ નહીં, હવે તમને પેટ્રોલ પંપથી માત્ર પેટ્રોલ ડીઝલ જ નહીં પરંતુ ડેબિટ કાર્ડ સ્વાઈપ કરીને 2000 રૂપિયા પણ ઉપાડી શકો છો. પરંતુ હાલમાં આ સુવિધા દેશના માત્ર 2500 પેટ્રોલ પંપ પર જ મળશે.
3/6
સૌથી મોટી વાત એ છે કે આજતી તમે 4500ની જગ્યાએ માત્ર 2000 રૂપિયાની જ જૂની નોટ બદલાવી શકશો. તે પણ 30 ડિસેમ્બર સુધીમાં માત્ર એક વખત. પરંતુ તેનો મતલબ એ નથી કે તમારા ઘરમાં 2000 રૂપિયાની જ જૂની નોટ પડી હોય તો બાકીની નોટ માટે તમારે બેંકમાં જઈને તે તમારા ખાતામાં જમા કરાવવાના રહેશે. ત્યાર બાદ ખાતામાંથી અથવા એટીએમ દ્વારા જરૂરિયાત અનુસાર રૂપિયા ઉપાડી શકાશે. સરકારનું માનવું છે કે, આ નિર્ણય એટલા માટે લેવો પડ્યો કે મોટા પાયે લોકો કમિશનખોરોને લાઈનમાં લગાવીને કાળાનાણાંને વ્હાઈટ કરી રહ્યા હતા. તેના કારણે જરૂરિયાતમંદ લોકોને મુશ્કેલી ઉભી થઈ રહી હતી અને તેમને રૂપિયા મળતા ન હતા અને બેંકમાં ભીડ પણ ઓછી થઈ રહી ન હતી.
4/6
સરકારે દેશભરમાં જરૂરી સામાનની સપ્લાઈ જાળવી રાખવા માટે તમામ નેશનલ હાઈવે પર હવે 24 નવેમ્બર સુધી ટેક્સ નહીં ચૂકવવો પડે.
5/6
સરકારે ખેડૂતોને પણ થોડી રાહત આપી છે. ખેડૂત હવે ક્રેડિટ કાર્ડ દ્વારા દર સપ્તાહે 25 હજાર રૂપિયા સુધી લોન અને પહેલેથી ખાતામાં પડેલા વધારાના 25 હજાર રૂપિયા ચેક અથવા ઇલેક્ટ્રોનિક રીતે ઉપાડી શકે છે. એટલે કે ખેડૂત કુલ મળીને 50 હજાર રૂપિયા સુધી મેળવી શકે છે. એપીએમસીમાં રજિસ્ટર્ડ વેપારીઓને મજૂરી અને અન્ય ખર્ચ માટે દર સપ્તાહે 50 હજાર રૂપિયા ઉપાડવીની છૂટ હશે. ઉપરાંત સરકારે ગ્રુપ સી અંતર્ગતના કર્મચારીઓને દસ હજાર રૂપિયા સુધી એડવાન્સ પગાર આપવાની જાહેરાત કરી છે.
6/6
નોટબંધીને લઈને સરકારે બીજો મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે તે છે જે ઘરમાં લગ્ન છે ત્યાં પરિવારના કોઈપણ એક વ્યક્તિના એક ખાતામાંથી 2.5 લાખ રૂપિયા સુધી ઉપાડી શકાશે. તેના માટે તમારે લગ્નનું કાર્ડ લઈને બેંકમાં જવાનું રહેશે.