શોધખોળ કરો
તેલુગુ અભિનેતા નંદમૂરી હરિકૃષ્ણાનું અકસ્માતમાં મોત, આંધ્રપ્રદેશના પૂર્વ CM એનટી રામારાવના હતા પુત્ર
1/5

ઉલ્લેખનીય છે કે હરિકૃષ્ણાના મોટા દીકરા નંદમરી જાનકી રામનું પણ નલગોંડા જિલ્લાના મુનગાલાના આકુપામુલા નજીક અકસ્માતમાં મોત થયું હતું. વર્ષ 2009માં ચૂંટણી પ્રચારમાંથી પરત ફરતી વખતે અભિનેતા જૂનિયર એનટીઆર પણ દુર્ઘટનાનો શિકાર બન્યા હતા.
2/5

દુર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા હરિકૃષ્ણાને નાર્કેટપલ્લી કામીનેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. ઘટનાની વિસ્તૃત જાણકારી મેળવવામાં આવી રહી છે.
3/5

નંદમૂરીએ તેલુગુ સિનેમાં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ શરૂ કર્યું હતું. તેણે બે લગ્ન કર્યા હતા. પ્રથમ લગ્નથી બે દીકરા (કલ્યાણ રામ, જાનકી રામ) અને એક દીકરી સુહાસિની છે. બીજા લગ્નથી પણ એક દીકરાનો જન્મ થયો હતો. જે સાઉથ સિનેમાનો પોપ્યુલર સ્ટાર જૂનિયર એનટીઆર છે.
4/5

નલગોંડાઃ આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી એનટી રામારાવના મોટા પુત્ર તથા તેલુગુ અભિનેતા અને પૂર્વ સાંસદ નંદમૂરી હરિકૃષ્ણાનું અકસ્માતમાં મોત થયું છે. હૈદરાબાદથી નેલ્લોર જઈ રહેલા હરિકૃષ્ણાની કાર આજે સવારે રસ્તામાં નલગોંડા જિલ્લાના અન્નેપર્તિ પાસે દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી.
5/5

અકસ્માત બાદ ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.
Published at : 29 Aug 2018 08:45 AM (IST)
View More





















