મુઝફ્ફરપુરમાં રવિવારે 'પદ્માવત'ના વિરોધમાં સિનેમા હૉલ પર પેટ્રૉલ બૉમ્બથી હુમલો કરવામાં આવ્યો. આ હુમલા બાદ પોલીસે થિએટર્સની સુરક્ષા વ્યવસ્થાને વધુ કડક કરી દીધી છે. નોંધનીય છે કે, આ ઘટના મુઝ્ઝફરપુર શહેરના શ્યામ થિએટર્સની છે.
2/7
ફિલ્મના બજેટની વાત 'પદ્માવત' લગભગ 180 કરોડના મોટા બજેટમાં બનીને તૈયાર થઇ છે. સાથે તેના પછી ફિલ્મને IMAX અને 3D ફોર્મેટમાં પણ રિલીઝ કરવામાં આવી છે. 180 કરોડના બજેટ બાદ ફિલ્મને IMAX અને 3D ફોર્મેટમાં કન્વર્ટ કરવા માટે ફિલ્મના પ્રૉડ્યૂસરે 20 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો છે.
3/7
નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ ફિલ્મની રિલીઝને લઇને થઇ રહેલા હિંસક વિરોધ પ્રદર્શનને જોતા કેટલાક રાજ્યોમા ફિલ્મને રિલીઝ નથી કરવામાં આવી. આવામાં ફિલ્મ મેકર્સનું માનવું છે કે જો આ ફિલ્મ બધા રાજ્યોમાં રિલીઝ થઇ જાય છે તો કલેક્શનનો આંકડો આનાથી પણ વધી જશે.
4/7
જબરદસ્ત વિરોધની વચ્ચે રિલીઝ થયેલી આ ફિલ્મ દર્શકોને ખુબજ પસંદ આવી રહી છે. ફિલ્મને રિલીઝ બાદ જબરદસ્ત કમાણી પણ કરી દીધી છે, અત્યાર સુધી લગભગ 83 કરોડની કમાણી કરી ચૂકી છે.
5/7
આ મામલે પોલીસ અત્યારે આરોપીઓની ઓળખ નથી કરી શકી પણ અધિકારીઓનું કહેવું છે કે ઘટનાની તપાસ ચાલુ કરી દીધી છે. સ્થળ પર હાજર પોલીસ પદાધિકારીઓ અનુસાર આ ઘટનાએ લોકોમાં ભય પેદા કરવાના ઉદેશ્યને અંજામ આપ્યો છે.
6/7
આ ફિલ્મના રણવીર સિંહ, શાહિદ કપૂર અને સંજય લીલા ભંસાળીની રિલીઝના પહેલા દિવસે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઇ છે. જોકે, દીપિકા પાદુકોણ હજુ પણ પોતાના ફિલ્મ 'હૈપ્પી ન્યૂ ઇયર'નો રેકોર્ડ નથી તોડી શકી.
7/7
નવી દિલ્હીઃ સંજય લીલા ભંસાળીની ફિલ્મ 'પદ્માવત' મોટા પડદા પર રિલીઝ થઇ ચૂકી છે પણ ફિલ્મને લઇને વિરોધ બંધ થવાનું નામ નથી લેતો. એકબાજુ પોલીસે ઉપદ્રવીઓ પર શિકંજો કસવાની કવાયત શરૂ કરી દીધી છે, તો પણ હિંસાત્મક ઘટનાઓને ઉપદ્રવીઓ અંજામ આપી રહ્યાં છે. રવિવારે બિહારના મુઝ્ઝફરપુરમાં ફિલ્મ 'પદ્માવત'ના વિરોધમાં સિનેમા હૉલમાં પેટ્રૉલ બૉમ્બથી હુમલો કરવાની ઘટના સામે આવી છે. જોકે આ મામલે હજુ સુધી કોઇ વ્યક્તિને નુકશાન થયાની માહિતી સામે નથી આવી.