87 સીટ ધરાવતી જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં પીડીપીની 28, ભાજપની 25, નેશનલ કોન્ફરન્સની 15, કોંગ્રેસની 12 અને અન્ય પક્ષોની 7 સીટો છે.
2/6
ભાજપ બે ધારાસભ્યો ધરાવતી સજ્જાદ લોનની પીપલ્સ કોન્ફરન્સને સમર્થન આપી શકે છે. જોકે આ ગઠબંધન સરકાર રચવાના આંકડા(44 સીટ)થી ઘણું દૂર છે. આ સંભાવનાને જોતાં પીડીપી, નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ સરકાર બનાવવાની તૈયારીમાં છે. પીડીપી અને કોંગ્રેસ વચ્ચે 2002 થી 2007 સુધી ગઠબંધન સરકાર રહી છે. તે સમયે પણ નેશનલ કોન્ફરન્સે બહારથી ટેકો આપ્યો હતો.
3/6
જો ત્રણેય પક્ષો ભેગા થઈને સરકાર રચશે તો મેહબૂબા મુફ્તી મુખ્યમંત્રી નહીં બને તેવી સંભાવના છે. સરકારની કમાન પીડીપીના વરિષ્ઠ નેતાના હાથમાં પણ હોઈ શકે છે. 2014 વિધાનસભા ચૂંટણી બાદ નેશનલ કોન્ફરન્સે પીડીપીને સમર્થન આપવાની વાત કરી હતી પરંતુ તે ફગાવીને ભાજપ સાથે ગઠબંધન કરી સરકાર રચી હતી.
4/6
નેશનલ કોન્ફરન્સના સૂત્રોના જણાવ્યા મુજબ, અમે પીડીપી-કોંગ્રેસ ગઠબંધનની સરકારમાં સામેલ થવાનો ઈરાદો ધરાવતા નથી પરંતુ બાહરની સમર્થન આપવામાં કોઈ વાંધો નથી. ગુલામ નબી આઝાદે કોંગ્રેસ-પીડીપી અને નેશનલ કોન્ફરન્સ વચ્ચે ગઠબંધનની સંભાવના પર કહ્યું, અમે પાર્ટીઓને ભેગી થઈને સરકાર બનાવવાનું કહ્યું છે. હાલ સરકાર બને તેવી સ્થિતિ નથી પરંતુ આ માટેની વાતચીત ચાલુ છે.
5/6
જમ્મુ-કાશ્મીરમાં માર્ચ 2015માં પીડીપી અને ભાજપે ગઠબંધન કરી સરકાર બનાવી હતી. પહેલા મુફ્તી મોહમ્મદ સઈદ મુખ્યમંત્રી હતી અને તેમના નિધન બાદ મેહબૂબા મુફ્તી સીએમ બન્યા હતા. આ ગઠબંધન સરકાર ચાલુ વર્ષના જૂન સુધી ચાલી હતી અને તે બાદ અહીં રાજ્યપાલ શાસન છે. 19 ડિસેમ્બરના રોજ રાજ્યપાલ શાસનના 6 વર્ષ પૂરા થઈ જશે અને નિયમ મુજબ તેનો સમયગાળો વધારી શકાય નહીં. જે બાદ અહીંયા રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવી શકે છે અને આ માટે વિધાનસભા ભંગ કરવી પડશે.
6/6
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં પીડીપી, કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ મળીને સરકાર બનાવવાની તૈયારીમાં છે. નેશનલ કોન્ફરન્સ બહારથી સમર્થન આપી શકે છે. જેના કારણે રાજ્યમાં 2002 જેવી સ્થિતિ નિર્માણ થઈ રહી છે. તે સમયે પણ પીડીપી-કોંગ્રેસ મળીને સરકાર બનાવી હતી અને નેશનલ કોન્ફરન્સે બહારથી સમર્થન આપ્યું હતું.