શોધખોળ કરો
સોમવારે CBI ચીફ નક્કી થશે, દેશને મળી શકે પહેલાં મહિલા સીબીઆઈ ચીફ, ગુજરાતના રાકેશ અસ્થાના કેમ નથી રેસમાં ?
1/6

અસ્થાનાને ડિરેક્ટર બનાવવા જેમને ખસેડાયા હોવાના આક્ષેપ થયા તે આર.કે.દત્તા અને મહારાષ્ટ્ર કેડરના આઈપીએસ અધિકારી સતિશ માથુર પણ રેસમાં સામેલ છે. દત્તા સીબીઆઈમાં સ્પેશિયલ ડિરેક્ટર હતા. માથુર અગાઉ સીબીઆઈમાં કામ કરી ચૂક્યા છે, મુંબઈના 1993ના બ્લાસ્ટની તપાસ તેમણે કરી હતી. (PIC: સતિશ માથુર)
2/6

નવી દિલ્લીઃ સીબીઆઈના વડાની નિમણૂકના મામલે ભારે વિવાદ થયા પછી સુપ્રીમ કોર્ટે આપેલા આદેશ પ્રમાણે આવતીકાલે સોમવારે સીબીઆઈના નવા વડાના નામની જાહેરાત થશે. સોમવારે સાંજે સાડા છ વાગ્યે સીબીઆઈના રેગ્યુલર ડાયરેક્ટરની નિમણૂંક માટે ઉચ્ચસ્તરીય બેઠક મળશે તેમાં નવા વડાનું નામ નક્કી કરાશે. આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ જે. એસ. ખેહર અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે ભાગ લેશે. સીબીઆઈના નવા વડાની નિમણૂક માટેની સમિતીમાં આ ત્રણ મહાનુભાવો છે. ત્રણેય સાથે મળીને નવા સીબીઆઈ ચીફ અંગે નિર્ણય કરશે.
Published at : 15 Jan 2017 03:58 PM (IST)
View More























