શોધખોળ કરો

ટ્રમ્પ એકલા પડ્યા! ‘આ અમારી લડાઈ નથી,’ કહી વધુ એક દેશે ઈરાન યુદ્ધમાં જોડાવાની ના પાડી

બ્રિટિશ પીએમ કીર સ્ટાર્મરે ઈરાનમાં સૈનિકો મોકલવાની ચોખ્ખી ના પાડી; બીજી તરફ સ્પેને પણ અમેરિકન ફાઈટર જેટ્સ માટે પોતાના એરબેઝ અને એરસ્પેસના ઉપયોગ પર મુક્યો પ્રતિબંધ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • બ્રિટન ઈરાન યુદ્ધમાં સૈનિકો નહીં મોકલે, કહ્યું આ અમારી લડાઈ નથી.
  • સ્પેને અમેરિકન લડાયક વિમાનો માટે હવાઈ ક્ષેત્ર વાપરવા પર પ્રતિબંધ મૂક્યો.
  • એરબેઝ ઉપયોગ પર પ્રતિબંધથી B-52 બોમ્બર તૈનાત કરવાની યોજના રદ.
  • બ્રિટન હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાના પ્રયાસો ચાલુ રાખશે.

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં હવે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ધીમે ધીમે એકલા પડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ઈરાન સામેના આ જંગમાં અમેરિકાને તેના જ બે મોટા અને વિશ્વાસુ સાથી દેશો - બ્રિટન અને સ્પેન તરફથી મોટો ઝટકો લાગ્યો છે. બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરે સ્પષ્ટ કહી દીધું છે કે તેઓ ઈરાનમાં પોતાના સૈનિકો નહીં ઉતારે, કારણ કે આ લડાઈ તેમની નથી. બીજી તરફ, સ્પેને પણ પોતાના હવાઈ ક્ષેત્ર (એરસ્પેસ) અને સૈન્ય મથકોનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે, જેનાથી અમેરિકા માટે આગળની કાર્યવાહી વધુ મુશ્કેલ બની ગઈ છે.

બ્રિટને સૈનિકો મોકલવાનો કર્યો સાફ ઈન્કાર

બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મરે અમેરિકાને સાથ આપવાની ના પાડતા ઈરાનમાં પોતાના સૈનિકો મોકલવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. તેમણે કહ્યું કે આમ કરીને તેઓ બ્રિટનને આ યુદ્ધની સીધી સંડોવણીથી દૂર રાખી રહ્યા છે.

સ્ટાર્મરે પોતાના એક નિવેદનમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, "આ આપણી લડાઈ નથી. અમે તેમાં સામેલ થઈશું નહીં." તેમણે વધુમાં જણાવ્યું કે બ્રિટનની ભૂમિકા આ યુદ્ધમાં માત્ર રક્ષણાત્મક રહેશે. બ્રિટન માત્ર પોતાના નાગરિકોના જીવ, બ્રિટિશ હિતો અને આ વિસ્તારમાં પોતાના સાથી દેશોના રક્ષણ માટે જ જરૂરી પગલાં લેશે. આ ઉપરાંત, બ્રિટન વૈશ્વિક વેપાર માટે મહત્વપૂર્ણ એવી 'હોર્મુઝ સ્ટ્રેટ' ને ફરીથી ખોલવાના પ્રયાસો ચાલુ રાખશે. જોકે, આ બધી ના-નુક્કર વચ્ચે પણ બ્રિટને ઈરાની ઠેકાણાઓ પર હુમલો કરવા માટે અમેરિકાને પોતાના બ્રિટિશ લશ્કરી થાણાઓનો ઉપયોગ કરવાની પરવાનગી તો આપી જ છે.

સ્પેને પણ ફટકાર્યો અમેરિકાને ઝટકો

બ્રિટન બાદ યુરોપના અન્ય એક દેશ સ્પેને પણ અમેરિકાને મોટો ફટકો આપ્યો છે. સ્પેને આ યુદ્ધમાં સામેલ કોઈપણ લશ્કરી વિમાનોને પોતાના હવાઈ ક્ષેત્ર (એરસ્પેસ) નો ઉપયોગ કરવા પર સખત પ્રતિબંધ મૂકી દીધો છે. સ્પેને સ્પષ્ટતા કરી છે કે તેના 'રોટા' અને 'મોરોન' સૈન્ય થાણાઓનો ઉપયોગ સીધી લડાઈ કે લડાકુ વિમાનોમાં ફરીથી ઈંધણ ભરવા (રિફ્યુઅલિંગ) માટે કરી શકાશે નહીં.

અમેરિકાએ પ્લાન પડતો મુકવો પડ્યો

સ્પેનના આ કડક નિર્ણયની સીધી અસર અમેરિકાની સૈન્ય તૈયારીઓ પર પડી છે. એરબેઝના ઉપયોગની મનાઈને કારણે, અમેરિકાએ સ્પેનના મોરોન એર બેઝ પર પોતાના ખતરનાક B-52 અને B-1 બોમ્બર વિમાનો તૈનાત કરવાનો પ્લાન મજબૂરીમાં પડતો મૂકવો પડ્યો છે. આ અંગે સ્પેનના અર્થતંત્ર મંત્રીએ જણાવ્યું હતું કે, યુદ્ધમાં ભાગ લેતી ફ્લાઈટ્સ માટે એરસ્પેસ બંધ કરવાનો તેમનો મુખ્ય હેતુ આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન ટાળવાનો છે.

Frequently Asked Questions

ઈરાન યુદ્ધમાં બ્રિટન અમેરિકાને કેમ સાથ નથી આપી રહ્યું?

બ્રિટનના વડાપ્રધાને કહ્યું છે કે આ બ્રિટનની લડાઈ નથી અને તેઓ તેમાં સામેલ નહીં થાય. તેઓ બ્રિટનને યુદ્ધમાં સીધી રીતે સામેલ થવાથી દૂર રાખવા માંગે છે.

ઈરાન યુદ્ધમાં બ્રિટનની ભૂમિકા શું રહેશે?

બ્રિટનની ભૂમિકા રક્ષણાત્મક રહેશે. તેઓ માત્ર પોતાના નાગરિકો, હિતો અને સાથી દેશોના રક્ષણ માટે પગલાં લેશે અને હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાના પ્રયાસો ચાલુ રાખશે.

સ્પેને અમેરિકાના કયા નિર્ણય પર પ્રતિબંધ મૂક્યો છે?

સ્પેને યુદ્ધમાં સામેલ કોઈપણ લશ્કરી વિમાનોને પોતાના હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. તેમના સૈન્ય થાણાઓનો ઉપયોગ સીધી લડાઈ કે રિફ્યુઅલિંગ માટે કરી શકાશે નહીં.

સ્પેનના નિર્ણયની અમેરિકા પર શું અસર પડી છે?

એરબેઝના ઉપયોગ પર પ્રતિબંધને કારણે, અમેરિકાએ સ્પેનના મોરોન એર બેઝ પર B-52 અને B-1 બોમ્બર વિમાનો તૈનાત કરવાનો પ્લાન પડતો મૂકવો પડ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
15 August: માત્ર ભારત જ નહીં અમેરિકામાં પણ સ્વતંત્રતા દિવસનો પડઘો, બે અમેરિકી રાજ્યોએ 15 ઓગસ્ટને ભારત દિવસ કર્યો જાહેર
15 August: માત્ર ભારત જ નહીં અમેરિકામાં પણ સ્વતંત્રતા દિવસનો પડઘો, બે અમેરિકી રાજ્યોએ 15 ઓગસ્ટને ભારત દિવસ કર્યો જાહેર
US War: સદ્દામથી શરૂ થયેલી કહાણીનો THE END, 23 વર્ષ બાદ ઇરાકમાંથી પરત ફરશે અમેરિકન સૈનિક
US War: સદ્દામથી શરૂ થયેલી કહાણીનો THE END, 23 વર્ષ બાદ ઇરાકમાંથી પરત ફરશે અમેરિકન સૈનિક
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
Embed widget