ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલ દૂધ સાગર ડેરીમાંથી મહિલા અને વિદ્યાર્થીઓ સાથે પીએમ મોદીએ સંવાદ કર્યો હતો. જેમાં મહેસાણા જિલ્લાની મહિલાએ સ્વચ્છતાને લઈને નરેંદ્ર મોદી સાથે ચર્ચા કરી હતી. પીએમ મોદીએ કહ્યું હતું કે ગંદકીના કારણે ગરીબના જીવનને સૌથી વધુ નુકશાન થાય છે.
2/5
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કોઈએ કલ્પના કરી હતી કે 4 વર્ષમાં 20 રાજ્યો અને કેંદ્ર શાસિત પ્રદેશ ખુલ્લામાં શૌચથી મુક્ત થઈ જશે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું સ્વચ્છતા કાર્યક્રમ મહાત્મા ગાંધીના સપનાને પુરા કરશે.
3/5
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, બીમારીના કારણે લાખો લોકો મૃત્યુ પામે છે. સ્વચ્છતાનું લોકોના જીવનમાં મોટુ યોગદાન છે. ચાર વર્ષમાં 450 જિલ્લા ખુલ્લામાં શૌચ ક્રિયામાંથી મુક્ત થયા છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું આપણને એ વાતનો સંતોષ હોવો જોઈએ કે સ્વચ્છ ભારત અભિયાનના કારણે ડાયરિયાના મામલામાં ઘટાડો થયો છે. માત્ર શૌચાલય બનાવવાથી ભારત સ્વચ્છ થઈ જશે, એવુ નથી. શૌચાલયની સુવિધા આપવી, કચરાપેટીની સુવિધા, કચરાનો યોગ્ય નિકાલ કરવો, આ તમામ માત્ર માધ્યમો છે.
4/5
નવી દિલ્હી:પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ શનિવારે સ્વચ્છતા હી સેવા આંદોલનની શરૂઆત કરી હતી. પ્રધાનમંત્રીએ વીડિયો કૉંફ્રેસના માધ્યમથી લોકો સાથે સંબોધન કર્યું હતું. આ અભિયાનનો હિસ્સો બનવા અને સ્વચ્છ ભારત મિશનને સફળ બનાવવા માટે પીએમ મોદી આશરે 2 હજાર નાગરિકોને પત્ર લખી ચુક્યા છે. પીએમ મોદીએ કહ્યું, દેશના 20 કરોડ લોકોને યોજનાથી જોડવાનું લક્ષ્યાંક છે. 15 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતા અભિયાન ચાલશે.
5/5
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી સાથે વીડિયો કૉંફ્રેસના માધ્યમથી સદીના મહાનાયક અમિતાભ બચ્ચન અને રતન ટાટા પણ જોડાયા હતા. અમિતાભે કહ્યું, અનેક દરિયાઈ કાંઠા વિસ્તારોની સફાઈ કરી હતી. હુ ચાર વર્ષ પહેલા સ્વચ્છતાના કાર્યક્રમ સાથે જોડાયો છું મે વ્યક્તિગત રીતે કામ કર્યું હતું.