શોધખોળ કરો
અર્થતંત્રને સુધારવા PM મોદીને જોઈએ 3.6 લાખ કરોડ: રાહુલ ગાંધી
1/4

કૉંગ્રેસ અધ્યક્ષે મીડિયામાં પ્રકાશિત અહેવાલને પોસ્ટ કરી તેની સાથે ટ્વિટ કર્યું કે, “3.6 લાખ કરોડ રૂપિયા વડાપ્રધાનના જીનિયસ આર્થિક સિદ્ધાંતોના કારણે થયેલી ગડબડીઓને દુર કરવા માટે રિઝર્વ બેન્ક પાસેથી જોઈએ છે. મિસ્ટર પટેલ તેમની સામે ઊભા રહો, દેશની રક્ષા કરો. ”
2/4

કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંક ગવર્નર વચ્ચે વિવાદનું મુખ્ય કારણ રિઝર્વ બેંકમાં રહેલા 9.60 લાખ કરોડ રૂપિયાની રકમ છે. કેન્દ્ર સરકારનો દાવો છે કે આટલી મોટી રકમ રિઝર્વ બેંકમાં જમા રહેવાનો કોઈ અર્થ નથી. સરકારના મત પ્રમાણે હાલની સ્થિતિમાં આટલી રકમ રિઝર્વ રાખવાનો કોઈ મતલબ નથી. કેન્દ્રીય બેંકના ખજાનામાંથી એક તૃતીયાંશ રકમ કાઢીને દેશની સરકારી બેંકોમાં ઠાલવી નવી ઊર્જાનો સંચાર કરી શકાય છે. કેન્દ્રીય બેંક સરકારના આ પ્રસ્તાવને તેમની સ્વતંત્રતા પર હુમલો માની રહી છે.રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે સરકાર પોતની દાદાગીરીની નીતિથી સંસ્થાઓને બર્બાદ કરી છે.
Published at : 06 Nov 2018 08:38 PM (IST)
View More





















