પીએમે કહ્યું હતું કે, મામા શિવરાજને ગાળો આપી રહ્યા છે, તેનો જવાબ અહીંના ભાણિયા અને ભત્રીજા આપશે. મામા શિવરાજના બદલે સારું હોત કે તમે મામા એન્ડરસન અને મામા કાયત્રોચીને પણ યાદ કરતા. ગોપાલ ગેસ કાંડના આરોપી મામા એન્ડરસનને ભગાડવાનું કામ રાજાના પિતાની સરકારે કર્યું હતું. અહીં મધ્યપ્રદેશમાં ચૂંટણી લડનાર લોકો પણ જે શબ્દોનો ઉપયોગ કરતા નથી. મધ્યપ્રદેશની જનતાને (કોંગ્રેસ) એવો હિસાબ આપવો જોઈએ કે મોદીની માતાને ગાળો આપનાર લોકોને જામીન પણ ન આપતા.
2/4
નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ સરકાર ચાર પેઢીઓનો હિસાબ આપવા તૈયાર નથી અને ના તો તેની ચર્ચા કરવા માટે તૈયાર છે. ચાવાળાના ચાર વર્ષની સરકાર પર ચર્ચાથી ભાગી રહ્યા છે. હાલ તેમની પાસે કોઈ મુદ્દો નથી. મોદી પર હુમલો કરવાના બદલે મોદીની માતાને ગાળો આપી રહ્યા છે. મોદીની માતાને બદનામ કરી રહ્યા છે. જે માતાને રાજનીતિ વિશે કંઈ ખબર નથી તે માતાને રાજનીતિમાં ઘસેડવાની શું જરૂર છે. કોંગ્રેસના લોકોમાં મોદી સાથે મુકાબલો કરવાની હિંમત જ નથી.
3/4
નરેન્દ્ર મોદીએ સોનિયા ગાંધી પર નિશાન સાંધતા કહ્યું હતું કે, અમારી સરકાર કોઈ રિમોર્ટ કંટ્રોલ વાળી સરકાર નથી. આ સવાસો કરોડ લોકોની સરકાર છે. મેડમની જેમ ઘરમાં બેસીને રિમોર્ટ કંટ્રોલથી અમે સરકાર ચલાવતા નથી. મેડમે ઘરમાં બેસીને દેશનો ખજાનો લૂંટ્યો છે. તેમણે દેશના પૈસાને ઉદ્યોગપતિઓને આપી દીધા હતાં. પરંતુ અમે મુદ્રા યોજના મારફતે યુવાઓને કોઈ ગેરંટી વગર લોન આપવાનું કામ કર્યું છે. તેનાતી નવજવાનોને રોજગાર મળશે. સોનાની ચમચી લઈને પેદા થનાર રાજા મહારાજા કન્ફ્યૂઝ છે.
4/4
મધ્યપ્રદેશમાં થનાર વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર માટે તમામ રાજનૈતિક પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીએ છતરપુરમાં જનસભાને સંબોધિત કરી હતી. જનસભામાં પીએમ મોદીએ કહ્યું હતું કે, મધ્યપ્રદેશનો વિકાસ કરવો રાજા મહારાજાઓની વાત નથી. આ કામ માત્ર શિવરાજ અને બીજેપી સરકાર જ કરી શકે છે. છતરપુરમાં પાણીની સમસ્યાને દૂર કરવાનું કામ શિવરાજ સરકારે કરી બતાવ્યું છે, જ્યારે અમુક લોકોએ અહીં તળાવો ઉપર કબજો જમાવીને રાખ્યો છે.