તેમણે કહ્યું કે અમે જ્વેલરી પર એક્સાઈઝ ડ્યુટી લગાવી ત્યારે મને ડરાવવામાં આવ્યો. મારો વિરોધ થયો છતાં હું અડગ રહ્યો. અનેક નેતાઓએ મને ચિઠ્ટી લખીને કહ્યું કે મોદીજી આવો નિર્ણય ન લો પણ આજે આ નિર્ણયની તમે અસર જોઈ શકો છો.
2/5
મોદીએ જણાવ્યું કે દેશની આઝાદીથી લઈને અત્યાર સુધીની બધી ગોલમાલનો કાચો ચિઠ્ઠો ખોલીને મૂકી દઈશ. પીએમ મોદીએ જણાવ્યું હતું કે, દેશને સરકારથી અપેક્ષા છે અને લોકોએ અમને આવાં પગલાં લેવા માટે જ ચૂંટ્યા છે ત્યારે અમે લોકોનો વિશ્વાસ નહી ડગવા દઈએ.
3/5
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, બદનામીના કારણે જૂની નોટ પર પ્રતિબંધના નિર્ણય સામે ઘણા લોકો સવાલ ઉઠાવી રહ્યા નથી પણ હું જાણું છું કે જૂની નોટ પર પ્રતિબંધ મૂકીને મેં અનેક લોકો સાથે દુશ્મની કરી લીધી છે. તેમણે કહ્યું કે લોકો ખાતરી રાખે કે કોઈ તમારા 500 રૂપિયામાંથી 1 રૂપિયો પણ ઓછો કરી શકવાનું નથી.
4/5
મોદીએ કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધી પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે, દેશમાં મોટા મોટા સ્કેમ કરવામાં આવ્યા અને આજે એ લોકો 4 હજાર રૂપિયા એક્સચેન્જ કરાવવવા માટે લાઈનમાં ઉભા રહે છે. મોદીએ કહ્યું હતું કે 30 ડિસેમ્બર સુધીનો મને સમય આપો અને અમે સફળ ન થઈએ તો દેશ જે સજા કરશે તે મંજૂર કરીશ.
5/5
ગોવાઃ દેશમાં 500 અને 1000ની જૂની નોટો ચલણમાંથી રદ કર્યા પછી પહેલી વાર મોટું નિવેદન આપતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે લોકોને પોતાને પચાસ દિવસનો સમય આપવાની અપીલ કરી હતી. સાથે સાથે તેમણે આ નિર્ણયનો વિરોધ કરનારા પર આકરા પ્રહાર પણ કર્યા હતા.