શોધખોળ કરો
BJP કાર્યકારિણીઃ મોદીએ આપ્યો અજય ભારત-અટલ ભારતનો નારો, કોંગ્રેસને ગણાવી બોજ
1/4

પીએમ મોદીએ કહ્યું, મહાગઠબંધનની ન તો કોઈ વિચારધારા છે અને ન તો તેના પાસે નેતૃત્વ છે. આપણું કામ આપણે જનતા સુધી પહોંચાડીશું. મહાગઠબંધન પર હુમલો કરતાં પીએમે કહ્યું, "નેતૃત્વની તો ખબર નથી, નીતિ અસ્પષ્ટ, નીયત ભષ્ટ્ર." તેમણે એમ પણ કહ્યું કે, 20થી વધારે વર્ષથી ગુજરાતમાં બીજેપીની સરકાર છે. તેની પાછળનું કારણ એક છે કે અમે સત્તાનો અહંકાર કર્યો નથી. અમે સત્તાને ખુરશીના રૂપમાં નહીં પરંતુ જનતાની ભલાઈના દ્રષ્ટિકોણથી જોઈ છે.
2/4

મહાગઠબંધન પર વાત કરતાં પીએમ મોદીએ કહ્યું, જે લોકો એક સાથે ચાલી શકતા નહતા અને એકબીજાને જોતા પણ નહતા તે લોકો આજે એકબીજાને ગળે લગાવવા માટે મજબૂર છે. આજ આપણી સફળતા છે કે, આપણા કામે આ લોકોને સાથે આવવા પર મજબૂર કરી દીધા છે. પીએમ કહ્યું કે, 2019માં મહાગઠબંધનને લઈને બીજેપીને ચિંતા કરવાની કોઈ જ જરૂરત નથી.
Published at : 09 Sep 2018 08:36 PM (IST)
View More





















