અમર સિંહે જણાવ્યું હતું કે, બીજેપીમાં સામેલ થવામાં મને કોઈ વાંધો નથી. પરંતુ આ પાર્ટીમાં સામેલ થવા માટે મને કોઈ આમંત્રણ મળ્યું નથી જ્યારે તેમણે સામેથી કોઈ ઈચ્છા પણ વ્યક્ત નથી કરી.
2/4
એટલું જ નહીં અમર સિંહ સીએમ યોગી આદિત્યનાથ તરફથી યોજાવામાં આવેલા એક કાર્યક્રમમાં પણ જોવા મળ્યા હતાં. આ પહેલા 23 જુલાઈએ અમર સિંહે યોગી સાથે મુલાકાત પણ કરી હતી જેના કારણે તેઓ બીજેપીમાં જલ્દી જોડાશે ત્યારે પણ અટકળોએ જોર પકડ્યું હતું. જોકે આ મુલાકાતમાં શું ચર્ચા થઈ તેની કોઈ જાણકારી મળી નથી.
3/4
નવી દિલ્હી: સમાજવાદી પાર્ટીના પૂર્વ નેતા અને રાજ્યસભા સાંસદ અમર સિંહ બીજેપીમાં સામેલ થવાના છે તેવી અટકળોએ જોર પકડ્યું છે. અમર સિંહ રવિવારે ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં યોજાયેલા ‘ગ્રાઉન્ડ બ્રેકિંગ સેરેમની’માં જોવા મળ્યા હતાં. આ દરમિયાન મંચ પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં તેમના નામનો ઉલ્લેખ કર્યો હતો. જ્યારે થોડા દિવસ પહેલા જ અમર સિંહે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી હતી.
4/4
આ ઘટનાક્રમથી અમર સિંહ બીજેપીમાં જલ્દી જ જોડાશે તેવી અટકળો તેજ થઇ છે. ‘ગ્રાઉન્ડ બ્રેકિંગ સેરેમ’ની દરમિયાન અમર સિંહ પર લોકોની નજર અટકેલી હતી. પીએમ મોદીએ પોતાના ભાષણમાં તેમના નામનો ઉલ્લેખ પણ કર્યો હતો અને હળવા અંદાજમાં કહ્યું હતું કે, ‘અમર સિંહ બેઠેલા છે, બધો ઈતિહાસ ખોલી દેશે’. અમર સિંહે નરેન્દ્ર મોદીના ભાષણના ટ્વિટને રિટ્વિટ પણ કર્યું છે.