શોધખોળ કરો
ભારતના સૌથી લાંબા બોગીબીલ બ્રિજનું આજે PM મોદી કરશે ઉદ્ઘાટન, જુઓ બ્રિજની તસવીરો
1/11

2/11

3/11

4/11

5/11

6/11

7/11

8/11

પૂર્વોત્તર રેલવે ફ્રન્ટિયરના પ્રવક્તા નીતિન ભટ્ટાચાર્યે કહ્યું હતું કે, હાલના સમયમાં આ બે સ્થળ વચ્ચેનું અંતર કાપતાં કોઈ પણ રૂટ પર 15થી 20 કલાકનો સમય લાગે છે. જોકે હવે તેમાં સાડા પાંચ કલાક સુધીનો ઘટાડો થશે. બોગીબીલ બ્રિજ નહોતો ત્યારે મુસાફરોએ અનેક ટ્રેન પણ બદલવી પડતી હતી. ચેર કાર ધરાવતી આ ટ્રેનમાં 14 કોચ છે.
9/11

બોલીબીલ બ્રિજની ખાસિયત એ છે કે, તેના પર રેલવે લાઈન અને રસ્તો બંને છે. 4.94 કિલોમીટર લાંબા આ બ્રિજની બંને તરફ વાહનો માટેનો ત્રણ લેન રસ્તો બનાવવામાં આવ્યો છે જ્યારે બ્રિજની નીચેના ભાગમાં બે રેલવે ટ્રેક બનાવવામાં આવ્યા છે. આ બ્રિજ પર ટ્રેનો 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકશે.
10/11

આસામ અને અરૂણાચલ જેવા ચીન નજીકના રાજ્યોનું વ્યૂહાત્મક મહત્વ ધ્યાનમાં રાખીને આ બ્રિજ બનાવવા રૂ.5,800 કરોડનો જંગી ખર્ચ કરવામાં આવ્યો છે. બ્રહ્મપુત્રા નદી પર બનાવાયેલો આ બ્રિજ 42 મજબૂત થાંભલા પર ઊભેલો છે જેના પાયા નદીની અંદર 62 મીટર ઊંડે સુધી નાંખવામાં આવ્યા છે. આ બ્રિજ આઠ રિક્ટર સ્કેલનો ભૂકંપ ઝીલવા પણ સક્ષમ છે.
11/11

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25મી ડિસેમ્બરે એટલે આજે અટલ બિહારી વાજપેયીના જન્મદિને આસામમાં બોગીબીલ બ્રિજ પરથી પસાર થનારી પહેલી પેસેન્જર ટ્રેનને હરી ઝંડી બતાવશે.
Published at : 25 Dec 2018 10:21 AM (IST)
Tags :
Prime Minister Narendra ModiView More
Advertisement
Advertisement





















