રાહુલ ગાંધીએ કહ્યું, અમે બે હિંદુસ્તાન નથી માંગતા. એક હિંદુસ્તાન હશે અને આ હિંદુસ્તાનમાં દરેક ગરીબ વ્યક્તિને ન્યૂનતમ વેતન આપવાનું કામ કૉંગ્રેસ પાર્ટીની સરકાર કરશે. આ કામ આજ સુધી દુનિયાની કોઈ પણ સરકારે નથી કર્યું. આ કામ દુનિયામાં સૌથી પહેલા હિંદુસ્તાનની 2019 બાદ કૉંગ્રેસની સરકાર કરવા જઈ રહી છે.
2/3
રાયપુર: કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જનતાને પોતાની પાર્ટી સાથે જોડવા માટે અત્યાર સુધીની સૌથી મોટી જાહેરાત કરી છે. કૉંગ્રેસ અધ્યક્ષે કહ્યું જો તેમની પાર્ટી સરકારમાં આવશે તો દરેક ગરીબને ન્યૂનતમ વેતનની ગેરંટી સ્કીમ લાવીશું. રાહુલ ગાંધીએ કહ્યું ત્યાં સુધી નવા ભારતનો વિકાસ નહી થઈ શકે જ્યાં સુધી લાખો દેશવાસીઓ ગરીબીમાં રહેશે.
3/3
રાહુલ ગાંધીએ છત્તીસગઢની રાજધાની રાયપુરના અટલ નગરમાં ખેડૂત આભાર સમ્મેલનને સંબોધન કરતા કહ્યું, અમે નિર્ણય કર્યો છે કે હિંદુસ્તાનના દરેક ગરીબ વ્યક્તિને 2019 બાદ કૉંગ્રેસ પાર્ટીની સરકાર ન્યૂનતમ વેતન આપશે. તેમણે કહ્યું, હિંદુસ્તાનના દરેક ગરીબ વ્યક્તિના બેંક ખાતમાં હિંદુસ્તાનની સરકાર ન્યૂનતમ આવક આપવા જઈ રહી છે. જેનો મતલબ છે કે હિંદુસ્તાનમાં કોઈ ભૂખ્યું નહી રહે અને ન કોઈ ગરીબ રહેશે.