નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. પ્રવીણ તોગડિયાએ વડાપ્રધાન મોદી ફરી એક પર નિશાન સાધ્યું છે. તોગડિયાએ પીએમ મોદીને કાશ્મીરના પથ્થરબાજો ગણાવ્યા છે. સાથે તેમણે રામ મંદિરના નિર્માણને લઈને અયોધ્યા કૂચ કરવાનું એલાન પણ કર્યું છે.
2/4
પ્રવિણ તોગડિયાએ શનિવારે આગરાના સૂરસદનમાં આયોજીત કાર્યક્રમમાં કાર્યકર્તાઓને સંબોધન કરતા પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે વડાપ્રધાન બનવા નહતા નિકળ્યા, 100 કરોડ હિંદુઓને સન્માન મળે તે માટે નિકળ્યા હતા. જે સ્વપ્નું ટૂટી ગયું, જેમને રામ મંદિર બનાવવા માટે સંસદ મોકલ્યા હતા. તેઓ ટ્રિપલ તલાકનો કાયદો બનાવવા લાગ્યા, રામ નહીં પણ રહીમના ઘરે જનારા નીકળ્યા.
3/4
તોગડિયાએ કહ્યું મોદી ત્રણ ત્રણ મસ્જિદ ગયા પરંતુ રામમંદિર જવાની સૂધા નથી. તેમણે એલાન કર્યું કે અયોધ્યામાં ભવ્ય રામમંદિર બનાવીશું. તેના માટે 21 ઓક્ટોબરથી લખનઉથી અયોધ્યા કૂચ કરીશું.
4/4
કાશ્મીર મુદ્દે કટાક્ષ કરતા કહ્યું કે, 56 ઇંચની છાતીવાળા પત્થરબાજોના ભાઈજાન બની ગયા. ગૌરક્ષક તમારા માટે ગુંડા છે. સત્તામાં બેઠેલા લોકોને અંબાણી, નીરવ અને માલ્યાની ચિંતા છે, જનતાની નથી. આ દેશ બેરોજગાર યુવાઓનો દેશ બની ગયો છે.