એક અંદાજ પ્રમાણે આશરે દોઢ કરોડ શ્રદ્ધાળુઓ ગંગા, જમુના અને સરસ્વતીના ત્રિવેણી સંગમ ખાતે ડૂબકી લગાવશે. નોંધનીય છે કે કુંભમાં છ શાહી સ્નાન હોય છે, જે 55 દિવસ સુધી ચાલશે. આ દરમિયાન આશરે 15 કરોડ લોકો સંગમ ખાતે આસ્થાની ડૂબકી લગાવીને પુણ્યનું ભાથું કમાશે. બીજી તરફ વારણસી ખાતે પણ દશાસ્વમેઘ ઘાટ ખાતે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ સ્નાન, ધ્યાન અને દાન કરી રહ્યા છે.
2/3
ગંગાના સંગમ તટ પર શ્રી પંચાયતી અખાડા મહાનિર્વાણીના ઝુલુસ સાથે સાધુઓએ 5.15 વાગ્યે શાહી સ્નાન કરી કુંભને ખુલ્લો મુક્યો હતો. મહાનિર્વાણી અખાડાના દેવ ભગવાન કપિદ દેવ અને નાગા બાવાઓની આગેવાનીમાં શાહી સ્નાન થયું. આ સાથે જ શ્રી પંચાયતી અટલ અખાડાના સંત આચાર્ય મહામંડલેશ્વરે શાહી સ્નાન સાથે ગંગામાં ડુબકી લગાવી. આ કુંભ મહાશિવરાત્રી સુધી ચાલશે. અંતિમ શાહી સ્નાન 4 માર્ચે થશે જ્યારે કુંભનું સમાપન થશે.
3/3
પ્રયાગરાજઃ પ્રયાગમાં મંગળવારથી 49 દિવસ માટે ચાલનારા કુંભનો પ્રારંભ થયો છે. શાહી સ્નાન સાથે કુંભ મેળાની શરૂઆત થઈ ગઈ છે. મકર સંક્રાંતિના પર્વ પર એક તરફ આખાડાના સાધુઓ શાહી સ્નાન કરી રહ્યા હતા ત્યારે બીજી તરફ હજારો શ્રદ્ધાળુઓએ પણ ત્રિવેણી સંગમ સ્થાન ડૂબકી લગાવી હતી. પરંપરા પ્રમાણે સૌપ્રથમ મહાનિર્વાણી અખાડાએ સવારે 6.15 વાગ્યે શાહી સ્નાન કર્યું હતું. જે બાદમાં અટલ અખાડાના મહામંડલેશ્વર, મંડલેશ્વર, મહંત તેમજ શ્રીમંહતે શાહી સ્નાન કર્યું હતું.