શોધખોળ કરો
અમિત શાહે મહારાષ્ટ્રમાં શિવસેના સાથે છેડો ફાડવાના આપ્યા સંકેત, જાણો શું કહ્યું....
1/4

એનડીએના જૂથ શિવસેનાએ પહેલા અવિશ્વાસ પ્રસ્તાવના વિરોધમાં વોટ કરવાનું વ્હિપ જાહેર કર્યું હતું, પરંતુ પછી પાછું લઇ લીધું. ત્યારબાદ પાર્ટીએ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચામાં હિસ્સો પણ લીધો ન હતો. શિવસેનાએ રાહુલ ગાંધીના લોકસભામાં આપવામાં આવેલા ભાષણના પણ વખાણ કર્યા હતા.
2/4

નવી દિલ્હીઃ ભાજપના અધ્યક્ષ અમિત શાહે મહારાષ્ટ્ર ભાજપના કાર્યકર્તાઓને કહ્યું કે, 2019માં લોકસભા ચૂંટણી એકલા હાથે લડવાની તૈયારી કરો. નોંધનીય છે કે, સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર શિવસેનાએ સરકારનો સાથ આપ્યો ન હતો. શાહે કાર્યકર્તાઓને કહ્યું કે, તમામ સીટો પર એકલા હાથે ચૂંટણી લડવાની તૈયારી કરો. ટૂંકમાં જ ભાજપ 48 સીટો માટે પ્રભારીઓની જાહેરાત કરશે. શિવસેના પહેલા જ કરી ચૂકી છે કે તે એકલા હાથે ચૂંટણી લડશે.
Published at : 23 Jul 2018 01:18 PM (IST)
View More




















