શોધખોળ કરો
રાષ્ટ્રપતિ-ઉપરાષ્ટ્રપતિના પગારમાં ધરખમ વધારાની તૈયારી, જાણો કેટલો મળશે પગાર
1/4

નવી દિલ્હીઃ ભારત લોકતાંત્રિક દેશ જ નહીં, પરુંત એક ગણતાંત્રિક રાષ્ટ્ર પણ છે અને તેની શોભા વધારે છે રાષ્ટ્રપતિ. માટે જ રાષ્ટ્રપતિને ફર્સ્ટ સિટિઝનનો દરજ્જો પણ આપવામાં આવે છે. પરંતુ વાત પગારની આવે તો અહીં રાષ્ટ્રપતિનું કદ કેબિનેટ સચિવ કરતાં પણ નાનં છે. હાલમાં એક કેબિનેટ સચિવનો પગાર પણ રાષ્ટ્રપતિ કરતાં વધારે છે. આ જ વાતોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને ગવર્નરોના પગારમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. છેલ્લે 2008માં રાષ્ટ્રપતિનો પગાર 50 હજારથી વધારીને 1.5 લાખ કરવામાં આવ્યો હતો.
2/4

રાષ્ટ્રપતિનો પગાર અંદાજે ત્રણ ગણો વધારવાની દરખાસ્ત છે. રાષ્ટ્રપતિનો હાલનો પગાર 1.5 લાખ રૂપિયા મહિને છે જે હવે અંદાજે 5 લાખ રૂપિયા થઈ જશે. જ્યારે ઉપરાષ્ટ્રપતિનો પગાર 1.1 લાખ રૂપિયા મહિનેથી વધીને 3.5 લાખ રૂપિયા થઈ જશે. રાષ્ટ્રપતિ નિવૃત થયા બાદ તેને 1.5 લાખ રૂપિયાનું પેન્શન મળશે, જ્યારે તેના પતિ/પત્નીને સેક્રેટેરિયલ મદદ તરીકે 30 હજાર રૂપિયા મળશે.
Published at : 26 Oct 2016 12:47 PM (IST)
View More





















